Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા આવ્યા મેદાને

Nayanaba Jadeja : સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો ખૂબ જ વિરોધ થઇ રહ્યો છે. એક નિવેદન પરશોત્તમ રૂપાલાનો માથાનો દુખાવો બની ગયું છે. સમગ્ર ક્ષત્રિય સમાજ (Kshatriya community) આ મામલે એક થઇને રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. તેમની...
09:24 PM Apr 03, 2024 IST | Hardik Shah
Naynaba Jadeja, boycott parshottam rupala

Nayanaba Jadeja : સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો ખૂબ જ વિરોધ થઇ રહ્યો છે. એક નિવેદન પરશોત્તમ રૂપાલાનો માથાનો દુખાવો બની ગયું છે. સમગ્ર ક્ષત્રિય સમાજ (Kshatriya community) આ મામલે એક થઇને રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ રસ્તે આવી ગયો છે. વળી ક્ષત્રિય સમાજ (Kshatriya community) ની મહિલાઓ પણ આ મામલે પાછળ નથી. તેમના દ્વારા પણ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બહેન નયનાબા જાડેજા (Nayanaba Jadeja) પણ આ મામલે મેદાને આવી ગયા છે. શું કહ્યું તેમણે આવો જાણીએ...

Kshatriya community

નયનાબાએ Boycott રૂપાલાના લગાવ્યા પોસ્ટર

ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો જ્યા તેઓ અને અન્ય મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અન્નનો ત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા (Nayanaba Jadeja) પણ રૂપાલાના વિરોધમાં મેદાને ઉતર્યા છે. તેમણે તેમની ટીમની મદદથી રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. જેમા પરશોત્તમ રૂપાલા Boycott લખવામાં આવ્યું છે. આ સાથે પોસ્ટરની નીચે સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. નયનાબા જાડેજા (Nayanaba Jadeja) આ મુદ્દે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા છે. આજે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ દ્વારા આ સમગ્ર વિવાદ મામલે બેઠક યોજાઇ તેમા રૂપાલાને માફી નહીં તે નિર્ણયને લઇને નયનાબાએ ખુશી વ્યક્ત કરી અને ક્ષત્રિય સમાજના વખાણ કર્યા હતા.

naynaba jadeja

પદ્મિનીબા એ અન્નનો કર્યો ત્યાગ

રાજકોટના આશાપુરા મંદિર ખાતે પદ્મિની બા દ્વારા રૂપાલાના વિરોધમાં અન્નો ત્યાગ કરવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે. બીજી તરફ આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મિનીબા ને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જે અંગે તેઓ જણાવે છે કે, રાજકારણીઓ સૌના રોટલા શેકે છે. અમે જે રસ્તા પર જઇ રહ્યા છે ત્યાં ભટકાવવામાં આવે છે. અમારો નિર્ણય અડિખમ છે, રૂપાલાની ટિકિટ રદ્દ થવી જોઇએ. તેના માટે આજથી અન્નનો ત્યાગ કરું છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહિ રદ્દ થાય ત્યાં સુધી અન્નનો દાણો નહિ લઉં.

Padminiba

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

આ પણ વાંચો - Twist : રુપાલાના સમર્થનમાં આવ્યા કડવા પાટીદાર, સોશિયલ મીડિયામાં સમર્થન

Tags :
big BreakingBJPBJP CandidateBJP Kshatriya leaderscontroversyGujaratGujarat BJPGujarat Firstgujarat LokSabhaElectionGujarat NewsGujarati NewsHardik Shahidentity and prideKshatriya communityKshatriya community controversyKSHATRIYA SAMAJLok Sabha Seat 2024loksabha election 2024loksabhaelection2024Nayanaba JadejaNaynaba JadejaParshottam RupalaParshottam Rupala issueParshottamRupalaPatidar SamajPorbandarProtestRAJKOTRajkot Lok Sabha seatrajkot loksabha electionRajkot SeatRajput communityRajput controversyRavindra Jadeja's sisterRupala ControversyRupala's controversial statementRupala's protestSaurashtra
Next Article