Gujarat News : અર્જુન મોઢવાડિયાએ આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Congress leader Arjun Modhwadia) વિશે ચર્ચાઓ તેજ થઇ હતી કે તે પાર્ટીને છોડી ધારાસભ્ય પદેથી રાજીનામું (Resign) આપી શકે છે. હવે આ વાત અંતે સાચી સાબિત થઇ છે. અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું (Assembly Speaker Shankar Chaudhary) આપી દીધું છે.
મોઢવાડિયાએ છોડી કોંગ્રેસ
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણા જોવા મળી રહ્યું છે. એક જ દિવસમાં ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ પાર્ટીને બાય બાય કહી દીધું છે. અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને છોડી દીધું છે. આજે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. સૌથી મોટી વાત એ છે કે, તેમણે રાજીનામામાં ભગવાન શ્રી રામ અને રામમંદિરનો ઉલ્લેખ કર્યો છે. જણાવી દઇએ કે, અર્જુન મોઢવાડિયાએ X પર બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધું છે. મોઢવાડિયા હવે કોંગ્રેસના પૂર્વ નેતા બની ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, હવે તેઓ ભાજપના કમળ સાથે જઇ શકે તેવી ચર્ચાઓ તેજ થઇ છે.
અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું#LokSabhaElections2024 #ArjunModhwadia #GujaratFirstLive #Congress @arjunmodhwadia pic.twitter.com/hGpemp8MDU
— Gujarat First (@GujaratFirst) March 4, 2024
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે, ભગવાન રામ માત્ર હિન્દુઓ માટે જ પૂજનીય નથી, પરંતુ તેઓ ભારતની આસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકારવાથી ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પાર્ટી લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે. આ પવિત્ર પ્રસંગને વધુ વિચલિત કરવા અને અપમાન કરવા માટે, રાહુલ ગાંધીએ આસામમાં હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી અમારા પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોને વધુ ગુસ્સો આવ્યો.
Gujarat Congress leader Arjun Modhwadia resigns from the Congress party.
His letter to party chief Mallikarjun Kharge reads, "...Prabhu Ram is not just Pujaniya to Hindus, but he is the Aastha of Bharat. Declining the invitation to witness pran pratishtha mahotsav has hurt the… pic.twitter.com/jHCpn6nOD1
— ANI (@ANI) March 4, 2024
મળતી માહિતી મુજબ હવે અર્જુન મોઢવાડિયા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ શકે છે. તેઓ આગામી લોકસભા ચૂંટણીની સાથે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2022માં કોંગ્રેસની ટિકિટ પર ત્રીજી વખત જીત્યા હતા.
આ પણ વાંચો - Shaktisinh Gohil : ડરનો ડંડો, કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપે છે : શક્તિસિંહ ગોહિલ
આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે
આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું