Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચ જીલ્લાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર

ભાજપના ઉમેદવારો જાહેર થતાં ખુશીનો માહોલભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉમેદવાર રમેશ મિસ્ત્રીને આવકાર્યા..ત્રણ ટર્મથી ધારાસભ્ય પદ ઉપર રહેલા દુષ્યંતભાઈ પટેલનું પત્તુ કપાતા હોદ્દેદારોના ભાજપ પક્ષમાંથી રાજીનામાવોર્ડ નંબર 5ના નગરસેવક અને ધારાસભ્યના પીએ સોશિયલ મીડિયા થકી રાજીનામું ધર્યુંવિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ટાણે કોણ ઉમેદવાર હશે તેનો અંત આવ્યો છે. ભાજપે (BJP) આજે ઉમેદ
ભરુચ જીલ્લાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર
  • ભાજપના ઉમેદવારો જાહેર થતાં ખુશીનો માહોલ
  • ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉમેદવાર રમેશ મિસ્ત્રીને આવકાર્યા..
  • ત્રણ ટર્મથી ધારાસભ્ય પદ ઉપર રહેલા દુષ્યંતભાઈ પટેલનું પત્તુ કપાતા હોદ્દેદારોના ભાજપ પક્ષમાંથી રાજીનામા
  • વોર્ડ નંબર 5ના નગરસેવક અને ધારાસભ્યના પીએ સોશિયલ મીડિયા થકી રાજીનામું ધર્યું
વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ટાણે કોણ ઉમેદવાર હશે તેનો અંત આવ્યો છે. ભાજપે (BJP) આજે ઉમેદવારો જાહેર કર્યા છે. સમાચાર આવી રહ્યા છે કે   સિનિયર ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું પત્તું કાપી ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ધારાસભ્ય રહેલા રમેશ મિસ્ત્રીને ફરી ટિકિટ આપવામાં આવી છે. 
ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચની પાંચ બેઠકો ઉપર ભાજપમાંથી ૮૨ દાવેદારોએ સેન્સ આપ્યા હતા. બુધવારે મધ્યરાત્રીએ 2:00 વાગ્યાના અરસામાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપર પ્રદેશ અધ્યક્ષનો ફોન આવ્યો અને પાંચ બેઠકના ઉમેદવારોના નામો જાહેર કરતા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ગેલમાં આવી ગયા હતા અને કેટલાય સમર્થકો ઉમેદવારોના ઘર સુધી પહોંચી ગયા હતા
દુષ્યંત પટેલનું પત્તુ કપાયું
ભરૂચ જિલ્લાના મત વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે દુષ્યંતભાઈ પટેલ હતા અને તેઓ અંતમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક તરીકે પણ રહી ચૂક્યા પરંતુ આ વખતે  તેમનું પત્તુ કપાયું હતું જેથી તેમના કેટલાક નારાજ સમર્થકોએ સોશિયલ મીડિયા ઉપર રાજીનામા આપી દીધા હતા.  
 
અરુણસિંહને રિપીટ કરાયા
વાગરા બેઠકની વાત કરવામાં આવે તો આજથી બે ટર્મ પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ આ મતવિસ્તારમાં લઘુમતી મહત્વનું વર્ચસ્વ વધુ હોવા છતાં અરુણસિંહ રણાએ ભાજપનું કમળ ખીલવ્યુ હતું અને બે ટર્મથી ધારાસભ્ય તરીકે અરુણસિંહ રણા હતા. સતત ત્રીજી ટર્મ માટે પણ ઉમેદવાર તરીકે તેઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ડી.કે.સ્વામીને ટિકિટ
જંબુસર બેઠક ઉપર વાત કરવામાં આવે તો સિનિયર ધારાસભ્ય તરીકે અને મંત્રી પદ ઉપર રહી ચૂકેલા છત્રસિંહ મોરીનું પત્તું કાપવામાં આવ્યું છે અને આ બેઠક ઉપર ભાજપે ડી.કે સ્વામીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના લોકોના મતોનું વર્ચસ્વ વધુ રહેલું છે જેના કારણે ભાજપ માંથી ડી.કે સ્વામીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.

ઇશ્વર પટેલ રિપીટ 
અંકલેશ્વર બેઠક ઉપર વાત કરવામાં આવે તો ૫ ટર્મથી ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે સતત ચૂંટાઈ આવ્યા છે અને તેઓ બબ્બે વખત મંત્રી પદ ઉપર રહી ચૂક્યા છે.સતત છઠ્ઠી ટર્મ માટે પણ અંકલેશ્વર મત વિસ્તારમાંથી ઈશ્વરસિંહ પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જેના કારણે ઈશ્વર પટેલને પણ તેઓના સમર્થકોએ આવકારી લીધા હતા.
રિેતેશ વસાવાને ટિકિટ 
ઝઘડિયા બેઠક ઉપર વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર પોણા બે લાખથી વધુ મતદારો આદિવાસી હોવાનું માનવામાં આવે છે અને છેલ્લી સાત ટર્મથી ધારાસભ્ય તરીકે છોટુ વસાવાએ કબજો જમાવી રાખ્યો છે અને આ બેઠક ઉપર ભાજપમાંથી છોટુ વસાવાના અંગત ગણાતા રિતેશ વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રમેશ મિસ્ત્રીને ટિકિટ
ભરૂચ મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશ મિસ્ત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.