Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહુવામાં સ્કુલના આચાર્યએ ભગવાન શિવનું અપમાન કરતાં વિવાદ

ભાવનગર મહુવા તાલુકામાં આવેલ M. N હાઇસ્કુલમાં આચાર્યએ સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ બાબતે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા લોકોએ શિક્ષક પાસે જાહેરમાં માફી મંગાવી હતી. ભગવાન શિવ અને હિન્દુ ઘર્મની ટીકા કરી ભાવનગર મહુવા તાલુકામાં...
મહુવામાં સ્કુલના આચાર્યએ ભગવાન શિવનું અપમાન કરતાં વિવાદ

ભાવનગર મહુવા તાલુકામાં આવેલ M. N હાઇસ્કુલમાં આચાર્યએ સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ બાબતે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા લોકોએ શિક્ષક પાસે જાહેરમાં માફી મંગાવી હતી.

Advertisement

ભગવાન શિવ અને હિન્દુ ઘર્મની ટીકા કરી

ભાવનગર મહુવા તાલુકામાં આવેલ M. N હાઇસ્કુલમાં આચાર્યએ સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. શાળાના આચાર્યએ ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ બાબતની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ લાલઘૂમ થયું હતું. વીએચપીના આગેવાનો અને કાર્યકરો આચાર્ય પાસે પહોંચ્યા હતા અને ભારે હલ્લાબોલ મચાવ્યો હતો.

Advertisement

શિક્ષક પાસે જાહેરમાં માફી મંગાવી

આચાર્ય ભગવાન શિવ અને હિન્દુ ઘર્મની ટીકા કરી વિદ્યાર્થીઓને ધર્મનું જ્ઞાન આપીને હિન્દુ ધર્મ પર સવાલો ઉભા કરી રહ્યો હતો. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા તેમણે શિક્ષક પાસે જાહેરમાં માફી મગાવી હતી. આ સમયે જાહેરમાં જય શ્રી રામ ના નારા પણ લાગ્યા હતા.

Advertisement

આ પણ વાંચો----સ્વચ્છતા હી સેવા અભિયાન: ગુજરાતના 17,425 મહિલા સ્વસહાય જૂથો બન્યા સ્વચ્છતા ચેમ્પિયન્સ

Tags :
Advertisement

.