Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: પરશોત્તમ રુપાલા પાસે જાણો કેટલી મિલકત છે..!

Rajkot : રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha sea) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) એ આજે રાજકોટ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ક્ષત્રિય વિવાદ વચ્ચે પરશોત્તમ રુપાલાએ આજે ફોર્મ ભર્યા બાદ યોજાયેલી જાહેરસભામાં તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ...
rajkot  પરશોત્તમ રુપાલા પાસે જાણો કેટલી મિલકત છે

Rajkot : રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha sea) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) એ આજે રાજકોટ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ક્ષત્રિય વિવાદ વચ્ચે પરશોત્તમ રુપાલાએ આજે ફોર્મ ભર્યા બાદ યોજાયેલી જાહેરસભામાં તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ મોટું મન રાખી રાષ્ટ્રના હિતમાં ભાજપના સમર્થનમાં જોડાવા વિનંતી કરી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કરેલા સોગંદનામામાં બહાર આવ્યું કે પરશોત્તમ રુપાલા અને તેમના પત્ની પાસે પોણા 6 કરોડની વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. જો કે તેમની કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી.

Advertisement

આજે પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવી

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે આજે પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવી છે. રુપાલાએ મહાદેવના મંદિર ખાતેથી દર્શન કરીને રેલીની શરુઆત કરી હતી અને ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓ બહુમાળી ભવન ગયા હતા અને ત્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનિય છે કે ક્ષત્રિય વિવાદ વચ્ચે સોમવારે રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચેની બેઠકમાં કોઇ નિર્ણય આવ્યો ન હતો.

Advertisement

પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રુપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત

ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે સાથે કરેલા સોગંદનામામાં જણાયું હતું કે પરશોત્તમ રુપાલા પાસે પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રુપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. સોગંદનામા મુજબ વર્ષ 2022-23 માં પરશોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. તેમણે BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું સોગંદાનામામાં દર્શાવ્યું છે. પરશોત્તમ રુપાલા પાસે હથિયારનો પરવાનો પણ છે. જો કે કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરશોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું સોગંદનામામાં દર્શાવ્યું છે.

Advertisement

અમારે આપના સાથની પણ આવશ્યકતા છે

પરશોત્તમ રુપાલાએ રાજકોટમાં યોજાયેલી જાહેરસભામાં ક્ષત્રિય સમાજને લગતું નિવંદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે મંચ પર ક્ષત્રિય સમાજના આગેવાનો સમર્થન આપવા આવ્યા છે, હું તેમનો આભાર માનું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું કે અમારે આપના સાથની પણ આવશ્યકતા છે. મોટુ મન રાખીને દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે ભાજપના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી છે.

આ પણ વાંચો----- Parshottam Rupala : જાણો રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિયો માટે શું કહ્યું?

આ પણ વાંચો---- Surat news: મોદી સાહેબે આજે મુસ્લિમ બહેનોને પણ સલામત કરી, સી આર પાટીલે સભા ગજાવી

Tags :
Advertisement

.