High Court : તમારા પોલીસ કમિશનર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો
અહેવાલ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે પોલીસ દ્વારા તોડકાંડના મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરાયું છે. જો કે હાઇકોર્ટે રાજ્ય સરકારના સોગંદનામા પર સવાલો ઉભા કર્યા છે. હાઇકોર્ટે કહ્યું કે 1064 હેલ્પલાઇન નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી જેથી પોલીસ મદદ કે ફરિયાદ માટે નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે એવુ લખો.
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ
તાજેતરમાં એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે પોલીસ દ્વારા તોડકાંડનો મામલો ચગ્યો હતો. આ મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરાયું છે. સરકારે કહ્યું કે સરકારી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ માટે 1064 નંબર જાહેર કરાયો છે, જે કમ્પ્લેન સેલને મળશે. સરકારે સોગંદનામામાં કહ્યું કે જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, નોટિસ બોર્ડ અને બેનર પર ફરિયાદ નંબર દર્શાવવા નિર્દેશ અપાયા છે
સરકારના સોગંદનામા પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા
જો કે સરકારના સોગંદનામા પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે તમારુ સોગંદનામુ કન્ફ્યુઝનવાળુ છે. પોલીસ મદદ કે ફરિયાદ માટે નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે એવુ લખો. 1064 એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી. પોલીસ સામે ફરિયાદ નોંધાવવા કોઈ એક ડેડિકેટેડ નંબર હોવો જોઈએ.
1064 એ કમ્પલેન લાઈન હોવાથી ફરિયાદ ACBમાં જશે
હાઇકોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચાર રોકવા પોલીસ નહીં પણ તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પગલા લઈ રહ્યાં છીએ. ઓટો રિક્ષા અને ટેક્સી માટે 1064 નંબર નથી લખાયો. 1064 એ કમ્પલેન લાઈન હોવાથી ફરિયાદ ACBમાં જશે.
લોકોને ફરિયાદ માટે કેમ જવુ, ક્યાં જવુ અને કોને મળવુ એ વાત સ્પષ્ટ કરો
સામાન્ય લોકો સરકારી ઓફિસની બહાર પણ ઉભા રહી શકતા નથી એવામાં એ લોકોને અંદર પ્રવેશ કેવી રીતે મળશે, તમારા પોલીસ કમિશનર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું. કલેક્ટર અને પોલીસ કમિેશનરની ઓફિસમાં જવુ એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન છે. એક વાત સ્પષ્ટ છે કે તમારે કોર્ટના નિર્દેશો લાગુ કરવા પડશે તેમ ચીફ જસ્ટિસે કહ્યું હતું. હાઇકોર્ટે કહ્યું કે લોકોને ફરિયાદ માટે કેમ જવુ, ક્યા જવુ અને કોને મળવુ એ વાત સ્પષ્ટ કરો.
આ પણ વાંચો---MENKA GANDHI : એલ્વિશ યાદવની તત્કાળ ધરપકડ કરો