Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય, કોંગ્રેસ માટે મોટો ઝટકો!

રાજકોટ (Rajkot) ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરુશોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજમાં (Kshatriya Samaj) રોષ યથાવત છે, જેના ભાગરૂપે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, પરશોત્તમ...
kshatriya samaj   ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય  કોંગ્રેસ માટે મોટો ઝટકો

રાજકોટ (Rajkot) ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરુશોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજમાં (Kshatriya Samaj) રોષ યથાવત છે, જેના ભાગરૂપે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, પરશોત્તમ રૂપાલા સામેના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવામાં આવશે. સમાજના રાજકીય અગ્રણીઓને કમિટિમાં સ્થાન નહીં મળે. રાજકીય અગ્રણીઓ બહારથી સાથ આપે તેમ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ (Karan Singh Chawda) જણાવ્યું હતું. જો કે, આ નિર્ણયથી અન્ય રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજના આંદોલનનો લાભ લઈ શકશે નહીં, જે તેમના માટે એક ઝટકા સમાન સાબિત થઈ શકે છે.

Advertisement

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજની (Kshatriya community) ગઈકાલે રાજકોટ ખાતે મહારેલી (Maharally in Rajkot) યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સમાજના લોકો જોડાયા હતા. દરમિયાન, ક્ષત્રિય સમાજની કોર કમિટીની (Kshatriya Samaj core committee) મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા કરણસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, પરશોત્તમ રૂપાલા સામેના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવામાં આવશે.

Advertisement

કોઈ રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજના આંદોલનનો લાભ લઈ શકશે નહીં

તેમણે કહ્યું કે, સમાજના રાજકીય અગ્રણીઓને કમિટિ સહિતમાં સ્થાન નહીં મળે. રાજકીય અગ્રણીઓ બહારથી સાથ આપી શકે છે. તેમણે જણાવ્યું કે, કોર કમિટિમાં કોઈ હોદ્દા નથી. જો કે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે, ક્ષત્રિય સમાજની કોર કમિટિના આ નિર્ણયથી કોંગ્રેસ (Congress) સહિત અન્ય રાજકીય પક્ષોને મોટો ઝટકો લગી શકે છે. કારણ કે, કોઈ રાજકીય પક્ષ હવે ક્ષત્રિય સમાજના આંદોલનનો લાભ લઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ક્ષત્રિય આંદોલનને લગતા ટ્વીટ કર્યા હતા, જેથી કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ક્ષત્રિય સમાજની મહારેલીના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

જણાવી દઈએ કે, ગઈકાલે ક્ષત્રિય સમાજની મહારેલીના (Kshatriya Samaj Maharally) પગલે રાજકોટમાં બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ (Rajkot Police) દ્વારા વોટર કેનન ગોઠવી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે વાતને ધ્યાને રાખીને પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક જોવા મળી હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે સતત વિરોધ પ્રદર્શન કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - BYM : ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું પ્રશાંત કોરાટનું નિવેદન

આ પણ વાંચો - વિવાદના વંટોળ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી

આ પણ વાંચો - કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત

Tags :
Advertisement

.