Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PORBANDAR : લાભપાંચમે માર્કટીંગ યાર્ડમાં ૧૭૦૦ ગુણી મગફળી આવક, ટેકાના ભાવ કરતાં ખેડૂતો મળી રહ્યાં છે સારા ભાવ

અહેવાલ – કિશન ચૌહાણ  પોરબંદર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ૭૪૩૩૦ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ ખૂબ સારૂ જાેવા મળી...
porbandar   લાભપાંચમે  માર્કટીંગ યાર્ડમાં ૧૭૦૦ ગુણી મગફળી આવક  ટેકાના ભાવ કરતાં ખેડૂતો મળી રહ્યાં છે સારા ભાવ

અહેવાલ – કિશન ચૌહાણ 

Advertisement

પોરબંદર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ૭૪૩૩૦ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ ખૂબ સારૂ જાેવા મળી રહ્યું છે. આજે લાભપાંચના શુભ દિવસે પોરબંદરનું માર્કટીંગના યાર્ડમાં ૧૭૦૦ ગુણી મગફળીની આવક થઈ છે. ખુલ્લી બજારમાં ટેકાના ભાવ કરતાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. જિલ્લામાં ૧લી નવેમ્બરથી ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત ટેકાના ભાવે ખરીદી માટે આવ્યો નથી. કારણ કે વેપારીઓ ખેતર પરથી જ ખેડૂતોને સારી મગફળીના ૧૪૦૦ જેટલા ભાવો આપી રહ્યાં છે. અને માર્કેટીંગ યાર્ડમાં ૧૩૦૦ સુધી સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે.

ટેકાના ભાવે ખેડૂતોની નિરસતા, ખુલ્લી બજારમાં ઘસારો

Advertisement

પોરબંદર જિલ્લો ત્રણ તાલુકામાં પથરાયેલો છે. જેમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાનો સમાવેશ થાય છે. ખરીફ પાકમાં જિલ્લામાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર થાય છે. આ વર્ષે જિલ્લામાં સારો વરસાદ પડતાં નદી-નાદા અને ડેમ છલોછલ થયા હતાં. ખેડૂતોને સિંચાઇ માટે પાણી પણ મળ્યું છે. હાલની પરિસ્થિતીએ જાેતા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. સરકાર દ્વારા ર૧ ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદીનું આયોજન કર્યું હતું. પરંતુ રજીસ્ટે્રશન ઓછું થતાં મુદત વધારી હતી. ત્યારબાદ ૧લી નવેમ્બરથી ખરીદીનો પ્રારંભ થયો છે. પોરબંદર જિલ્લામાં કુલ બે સેન્ટર મગફળી ખરીદીના ફાળવવામાં આવ્યાં છે. પરંતુ એક પણ ખેડૂત આવ્યો નથી. આ વર્ષે ટેકાનો ભાવ ૧ર૭પ નક્કી કરાયો છે. જિલ્લામાં આ વર્ષે ૧૩પ૮ આસપાસ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટે્રશન થયું છે. જે ખૂબ જ ઓછું કહી શકાય. કારણ કે ૭૪૩૩૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જેના પ્રમાણમાં રજીસ્ટે્રશન ખૂબ ઓછું છે. ટેકાના ભાવના બદલે ખુલ્લી બજારમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. કારણ કે ૧૪૦૦ સુધી ભાવો ખેડૂતોને મળી રહ્યાં છે.

લાભ પાંચમે પોરબંદરના માર્કટીંગ યાર્ડમાં મગફળી મબલખ આવક

Advertisement

પોરબંદર જિલ્લામાં આ વર્ષે ૭૪૩૩૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. આ ઉત્પાદન સરૂ જાેવા મળી રહ્યું છે. પોરબંદરના માર્કટીંગ યાર્ડમાં દિવાળીના તહેવાર પૂર્વે ૪૦૦ ગુણી મગફળીની આવક જાેવા મળતી હતી. જે આજે લાભપાંચના તહેવાર માર્કટીંગમાં ૧૭૦૦ ગુણી મફગળીની આવક થઈ છે. પોરબંદર માર્કટીંગ યાર્ડના હમીરભાઈ કેશવાલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે, લાભ પાંચમે મગફળીની ખુબ સારી આવક થઈ છે. હાલ ર૦ કિલ્લો મગફળીના ભાવ ૧૦પ૦ થી લઈ ૧૩રપ સુધી બોલાય રહ્યાં છે. હજુ પણ આગામી દિવસોમાં આવક વધશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો --વર્લ્ડ કપ મેચમાં ભારતના વિજયને લઇ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાર્થના કરી

Tags :
Advertisement

.