Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય

પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો વિરોધ ગુજરાતમાં સતત વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ (Kshatriya community) રૂપાલા દ્વારા આપવામાં આવેલી માફી (apology) બાદ પણ ઉગ્ર જોવા મળી રહી છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને...
રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત  હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય

પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો વિરોધ ગુજરાતમાં સતત વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ (Kshatriya community) રૂપાલા દ્વારા આપવામાં આવેલી માફી (apology) બાદ પણ ઉગ્ર જોવા મળી રહી છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને લઇને જામનગરમાં વિરોધ (Protest in Jamnagar) એટલો વધ્યો છે કે તે હવે ગામમાં પ્રવેશબંધી (barring entry into the village) સુધી પહોંચી ગયો છે. જીહા, જામનગર જિલ્લાના ધ્રોલ (Dhrol in Jamnagar District) ના મોટા વાગુદળ ગામના રાજપૂત સમાજ (Rajput community) ના લોકોએ આ નિર્ણય કર્યો છે.

Advertisement

ban the entry to Parshottam Rupala in Village

રાજપૂત સમાજે ગામના પ્રવેશદ્વારે બેનર માર્યા

જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનોએ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપ પાસે માંગણી કરી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે, વાગુદળ ગામના રાજપૂતોએ પરશોત્તમ રૂપાલાની ગામમાં પ્રવેશબંધી કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર પરશોત્તમ રૂપાલા જ નહીં પણ જ્યા સુધી રાજકોટ બેઠક પરથી તેમનું નામ નિકાળવામાં ન આવે એટલે કે તેમની ટિકિટ ન કપાય ત્યા સુધી ભાજપના નેતાઓને પણ ગામમાં પ્રવેશબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામના પ્રવેશ દ્વાર પર જ રાજપૂત સમાજે બેનર લગાવી દીધું છે. ગામના લોકોએ પ્રવેશ દ્વાર પર બેનક લગાવતા રૂપાલાનો વિરોધ કરતા ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

ban the entry to Parshottam Rupala in Village

ભાવનગરમાં વિરોધ પ્રદર્શનથી રસ્તાજામ

ભાવનગરમાં યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ના નિવેદનની ટીકા કરી વિરોધ જાહેર કરાયો છે. ભાવનગર જિલ્લામાં આખલોલ જકાતનાકા પાસે ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના યુવાનો અને આગેવાનો દ્વારા રસ્તોજામ કરવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) વિરુદ્ધ સુત્રોચ્ચાર અને પોસ્ટર મારફતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે બોરતળાવ પોલીસે આ વિરોધ પ્રદર્શનની અટકાયત કરી હતી.

Advertisement

Rajput Community Protest for Rupala

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ 22 માર્ચે રાજકોટમાં એક સભાને સંબોધિત કરતી વખતે ટિપ્પણી કરી હતી કે તત્કાલીન મહારાજાઓ વિદેશી શાસકો અને અંગ્રેજોને શરણે ગયા હતા. રૂપાલાએ કહ્યું હતું કે આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્રમાં Parshottam Rupala બાદ જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ

આ પણ વાંચો - BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

Tags :
Advertisement

.