Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

લોકસભાની ચૂંટણીના (Lok Sabha election) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજ્યની વિવિધ પાર્ટીના ઉમેદવારો સાથે Gujarat First Lok Sabha Live Studio થકી વાતચીત કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ભાવનગરના INDI ના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે વાતચીત કરી...
gujarat first એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી uncut ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો  શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે

લોકસભાની ચૂંટણીના (Lok Sabha election) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજ્યની વિવિધ પાર્ટીના ઉમેદવારો સાથે Gujarat First Lok Sabha Live Studio થકી વાતચીત કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ભાવનગરના INDI ના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે વાતચીત કરી હતી. દરમિયાન, ઉમેશ મકવાણાએ મોટો બફાટ કરી રાજા મહારાજા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને સાથે જ ગુજરાત ફર્સ્ટને સંપૂર્ણ ઈન્ટરવ્યૂ દેખાડવાની ચેલેન્જ આપી હતી. ઉપરાંત, હાઈકૉર્ટમાં (High Court) મામલો લઈ જવાની ગુજરાત ફર્સ્ટને ધમકી પણ આપી હતી. ત્યારે ગુજરાત ફર્સ્ટે પણ ઉમેશ મકવાણાની (Umesh Makwana) ચેલેન્જનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે અને તેમના UNCUT ઇન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું. પરંતુ, હવે ગુજરાત ફર્સ્ટ ઉમેશ મકવાણાને ચેલેન્જ કરે છે કે શું તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

Advertisement

Gujarat First Lok Sabha Live Studio થકી ભાવનગરના (Bhavnagar) INDI ના AAP ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે વાતચીત કરાઈ હતી. દરમિયાન, ઉમેશ મકવાણાએ મોટો બફાટ કરતા કહ્યું કે, રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે તેમના આ નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ આપ્યો હતો. ઉમેશ મકવાણાએ (Umesh Makwana) કહ્યું કે, હું પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નથી કે નિવેદન આપીને પાછું લઉં. જો કે, બફાટ કર્યાનો આ વીડિયો પ્રસારિત કરતાં ઉમેશ મકવાણાનો અહંકાર સામે આવ્યો હતો. હાઇકમાન્ડને સારું દેખાડવા માટે તેમણે ગુજરાત ફર્સ્ટને જ ચેલેન્જ આપી. ઉમેશ મકવાણાએ ગુજરાત ફર્સ્ટને (Gujarat First) સંપૂર્ણ ઈન્ટરવ્યૂ દેખાડવાની ચેલેન્જ આપી.

Advertisement

શું હવે ઉમેશ મકવાણા ક્ષત્રિય સમાજની માફી માગશે ?

ઉમેશ મકવાણાએ કહ્યું કે, આખો ઈન્ટરવ્યૂ બતાવે તો હું ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ચેનલને સાચી ચેનલ ગણીશ. સાથે જ હાઈકૉર્ટમાં મામલો લઈ જવાની ગુજરાત ફર્સ્ટને ધમકી પણ આપી હતી. ગુજરાત ફર્સ્ટે ઉમેશ મકવાણાની ચેલેન્જનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો અને તેમના 36 મિનિટના UNCUT ઇન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું. પરંતુ, હવે ગુજરાત ફર્સ્ટ ઉમેશ મકવાણાને ચેલેન્જ કરે છે કે શું તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

Advertisement

UNCUT ઇન્ટરવ્યૂ જોવા અહીં કરો ક્લિક 

આ પણ વાંચો - ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચો - Lok Sabha election : રાહુલ ગાંધી, પરેશ ધાનાણી અને ઉમેશ મકવાણાને BJP નેતાએ આડેહાથ લીધા, વાંચો શું કહ્યું ?

આ પણ વાંચો - Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર

Tags :
Advertisement

.