Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટ વોરરુમ એનાલિસીસ: વડોદરામાં કેજરીવાલ સામે પ્રચંડ વિરોધ, રોડ-શો અધુરો મુકવો પડ્યો

ગુજરાતમાં ચૂંટમીનો માહોલ ગરમાયો છે, એક તરફ આપ ગુજરાતમાં પગપેસારો કરવાના મરણિયા પર્યાસ કરી રહ્યું છ, ત્યારે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સામે પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે. વડોદરામાં (Vadodara) આજે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લોકોએ કાળા વાવટા ફરકાવીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરામાં હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલ સામે જનઆક્રોશ ફાટતા કેજરીવાલે રોડ
ગુજરાત ફર્સ્ટ વોરરુમ એનાલિસીસ  વડોદરામાં કેજરીવાલ સામે પ્રચંડ વિરોધ  રોડ શો અધુરો મુકવો પડ્યો
Advertisement
ગુજરાતમાં ચૂંટમીનો માહોલ ગરમાયો છે, એક તરફ આપ ગુજરાતમાં પગપેસારો કરવાના મરણિયા પર્યાસ કરી રહ્યું છ, ત્યારે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સામે પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે. વડોદરામાં (Vadodara) આજે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લોકોએ કાળા વાવટા ફરકાવીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરામાં હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલ સામે જનઆક્રોશ ફાટતા કેજરીવાલે રોડ શો અધુરો મુકીને જતાં રહેવું પડ્યું હતું. ગુજરાત ફર્સ્ટના વોરરુમમાં એનાલિસીસમાં જુઓ ખાસ રજૂઆત,

જાહેર ભાષણમાં ભગવંત માનનો બફાટ 
આજે ગુજરાત ચૂંટણી ટાણે  વડોદરામાં  પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનનો બફાટ પણ સામે આવ્યો છે. પોતાનાં જાહેર ભાષણમાં ભગવંત માને બફાટ કર્યો છે. પંજાબમાં પોતાની સરકારનાં વખાણ કરવામાં માન ભાન ભૂલ્યા છે. માને  કહ્યું કે "પોતાની સરકારમાં અઢી વર્ષનાં બાળકને ધારાસભ્ય બનાવ્યો" , પંજાબ સરકારમાં પોતાનાં ધારાસભ્યોની ઉંમર ગણાવતાં માને બાફ્યું છે. જેને લઇને રાજનિતિ ગરમાઇ છે.  
વડોદરામાં આજે આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal) ન્યાય મંદિરથી કિર્તી સ્તંભ સુધીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. રોડ શો હજુ અડધો કિમી આગળ ચાલ્યો હશે ત્યાં જ આ રોડ શોમાં કેજરીવાલ સામે લોકોનો જનઆક્રોશ જોવા મળ્યો હતો.

વડોદરામાં કેજરીવાલ સામે લોકોનો આક્રોશ, જુઓ લોકોની પ્રતિક્રિયા....
અહીં રોડ શોમાં કેજરીવાલ Go Backના નારા લાગ્યા હતા. વરસતા વરસાદમાં ચાલેલો આ રોડ શો ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પહોંચતા ભાજપના કાર્યકરોએ વિરોધ કરતા હોબાળો થયો હતો અને અંતે કેજરીવાલે પોતાનો રોડ શો પૂર્ણ કર્યાં પહેલા જ રોડ શો અધૂરો મુકવો પડ્યો હતો. અને સ્થળ પરથી ગાડીમાં ભાગી જવું પડ્યું હતું. 
દાહોદમાં કેજરીવાલનો વિરોધ

દાહોદમાં કેજરીવાલની સભા પહેલા ભાજપ અને હિન્દુ સંગઠન દ્વારા કેજરીવાલનો વિરોધ થયો છે. કેજરીવાલની સભાસ્થળે જવાના રસ્તામાં  "હિન્દુ વિરોધી કેજરીવાલ Go Back"ના પોસ્ટરો લાગ્યા છે.
Tags :
Advertisement

Trending News

.

×