ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rupala Controversy : રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા, જાણો શું છે કારણ

Rupala Controversy : લોકસભા ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો જે વિવાદ (Controversy) ઉગ્ર થઇ રહ્યો છે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર (Big News) સામે આવી રહ્યા છે. આ વિવાદના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજ (Kshatriya community)...
07:31 PM Apr 04, 2024 IST | Hardik Shah
Rupala Controversy

Rupala Controversy : લોકસભા ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો જે વિવાદ (Controversy) ઉગ્ર થઇ રહ્યો છે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર (Big News) સામે આવી રહ્યા છે. આ વિવાદના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજ (Kshatriya community) ની રાજકોટમાં 6 અથવા 7 તારીખે જાહેર સભા યોજાવાની હતી જેને હાલ પુરતી મોકુંફ કરી દેવામાં આવી છે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી જાડેજા (P.T.Jadeja) એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ટેલીફોનીક વાતચીતમાં આ જણાવ્યું હતું.

Rupala Controversy

રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા!

ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈ ગુજરાતભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર જોવા મળી રહ્યો છે. રાજ્યાના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ વિરોધમાં જોડાઈ રહ્યા છે. આ મામલે હવે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યા ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાએ ગુજરાત ફર્સ્ટ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી, જેમા તેમણે કહ્યું કે, 6 અથવા 7 તારીખે જે જાહેર સભા યોજાવાની હતી તે નહીં યોજાય. તેમણે કહ્યું કે, ગઈકાલે અમદાવાદ ખાતે અમારા ક્ષત્રિય સમાજના આગેવાનોની જે બેઠક યોજાઇ હતી તે પહેલા અમારી મીટિંગ હતી તે પછી સાંજે પણ અમારી મીટિંગ હતી જેમા તે નક્કી થયું કે, જો સરકાર આપણી માંગણી ન સ્વીકારે અને પરશોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારનું ફોર્મ ભરે તે પછી નક્કી કરવું કે સમ્મેલન ક્યારે બોલાવું.

7 એપ્રિલે સુરતમાં પાટીદાર સમાજનું મહાસંમેલન

સુરતમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને લઈને પાટીદાર સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજે સુરત શહેર (Surat) ના વરાછા વિસ્તારમાં 7 એપ્રિલના રોજ એક સ્નેહમિલન સામારોહનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં ગુજરાત (Gujarat) ના તમામ પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકારોને ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે. તો રાજકોટ જિલ્લાના લોકોને પાટીદાર સમાજને ખાસ ઉપસ્થિત રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

Parshottam Rupala

42 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજી

પરશોત્તમ રૂપાલા વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બપોરે સુધીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રત્નાકર રુપાલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્રણેય નેતાઓએ 42 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજી હતી. પાંચ વાગ્યાના અરસામાં બંને નેતાઓ રુપાલાના નિવાસસ્થાનેથી બહાર નિકળ્યા હતા. ત્યારબાદ રુપાલા પણ રાજકોટ જવા રવાના થયા હતા. બંધ બારણે થયેલી બેઠક બાદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે તેઓ મારા ઘરે માત્ર મળવા જ આવ્યા હતા. મારો પ્રચાર ચાલુ જ છે.

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - Speculation : 42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા

આ પણ વાંચો - Parshottam Rupala Support: ગુજરતનો પાટીદાર સમાજ આવ્યો સમર્થનમાં, સુરતમાં સંમેલનનું કરાયું આયોજન

Tags :
big BreakingBJPBJP CandidateBJP Kshatriya leadersGujaratGujarat BJPGujarat Firstgujarat LokSabhaElectionGujarat NewsGujarati NewsHardik Shahidentity and prideKshatriya communityKshatriya community controversyKSHATRIYA SAMAJloksabha election 2024loksabhaelection2024Modi CommunityModi SamajParshottam RupalaParshottam Rupala issueParshottamRupalaPorbandarProtestRAJKOTRajkot Lok Sabha seatrajkot loksabha electionRajkot SeatRajput communityRajput controversyRajput SamajRupala ControversyRupala's protestSaurashtra
Next Article