ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં : પરશોત્તમ રૂપાલા
Parshottam Rupala News : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજકોટ બેઠક (Rajkot Seat) પરથી ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ (Controversy) શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે ગઈકાલે બુધવારના રોજ રૂપાલા (Rupala) ને દિલ્હીથી તેડું આવ્યું હતું. આજે તેઓ દિલ્હીથી પરત ફર્યા છે ત્યારે તેઓ આત્મવિશ્વાસ (full of confidence) થી ભરપૂર દેખાયા હતા. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જ્યારે મીડિયા સમક્ષ દેખાયા તો ત્યારે તેઓ સંપૂર્ણ આશ્વસ્ત દેખાયા હતા. આ દરમિયાન તેમણે શું કહ્યું આવો જાણીએ...
રૂપાલાએ સ્મિત સાથે મીડિયાના તમામ સવાલોના જવાબ આપ્યા
પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઇને ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ ગુસ્સાને શાંત કરવા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી. તેમ છતા ક્ષત્રિય સમાજના લોકો તેમને માફ કરવા તૈયાર નથી. રાજપૂત આગેવાનો તેમની ટિકિટ રદ કરવાની સતત માંગ કરી રહ્યા છે. ત્યારે આ મામલે રૂપાલાના દિલ્હીથી તેડું આવ્યું હતું જે બાદ તેઓ આજે દિલ્હીથી પરત ફર્યા હતા. આઝે તેઓ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યા હતા. મીડિયા સમક્ષ તેમણે સ્મિત સાથે તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ક્ષત્રિય સમાજ વિરોધમાં તો બીજી તરફ પાટીદાર સમાજ તમારા સમર્થનમાં આવ્યું છે જેના જવાબમાં તેમણે કહ્યું કે, તમામ સમાજ મારી સાથે છે.
- દિલ્હીથી પરત ફર્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા રૂપાલા
- અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સમક્ષ દેખાયા સંપૂર્ણ આશ્વસ્ત
- સ્મિત સાથે મીડિયાના તમામ સવાલોના જવાબ આપ્યા રૂપાલાએ
- તમામ સમાજ મારી સાથે છેઃ પરશોત્તમ રૂપાલા
- પરશોત્તમ રૂપાલાએ સ્મિતસભર ચહેરા સાથે આપ્યાં જવાબ
- વૉર્મ વેલકમ કરવા માટે આપ સહુનો આભારઃ પરશોત્તમ રૂપાલા
શું છે સમગ્ર વિવાદ ?
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો - Rupala : વાંચી લો,પરશોત્તમ રુપાલા મુદ્દે આજે શું થયું ?
આ પણ વાંચો - RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ