અમારી માત્ર એક જ માંગ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે : Kshatriya Samaj
Kshatriya Samaj : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) લાલ આંખ કરી તેમની ઉમેદવારી રદ (cancellation of his candidature) કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારે ન તો રૂપાલા (Rupala) ની ઉમેદવારી રદ કરવામાં આવી રહી છે અને ન તો ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) પર તેમને માફી આપવા માંગે છે. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં આ મુદ્દે રોષ છે અને ઉમેદવારી રદ કરવા ઉપરાંત કોઇ બીજી માંગ નથી. ત્યારે આજે કરણી સેના (Karni Sena) ના રાષ્ટ્રીય પ્રવક્તા અને ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે (Mahendrasingh Rathod) પણ કઇંક આવું જ નિવેદન આપ્યું છે.
કોઈ પક્ષ સાથે વિરોધ નથી આ એક વ્યક્તિગત લડાઈ : મહેન્દ્રસિંહ રાઠોડ
ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, અમારી માત્ર એક જ માંગ છે કે પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે. અમારો ભાજપ પક્ષ સાથે કોઇ વિરોધ નથી આ એક વ્યક્તિગત લડાઈ છે. તેમણે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજે તેમને માફ કર્યા છે એટલે જ માત્ર ઉમેદવારી રદ કરવાની માંગ છે. અમને વિશ્વાસ છે કે, પાર્ટી ચોક્કસ 9 તારીખ સુધીમાં સારો નિર્ણય લેશે. આ વિવાદના વંટોળ વચ્ચે પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં હોવાની ચર્ચાઓ ખૂબ થઇ રહી છે જે મુદ્દે રાઠોડે કહ્યું કે, અમુક પાટીદારોને ટાર્ગેટ બનાવી આ તરકટ રચવામાં આવ્યું છે. બાકી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ બંને સાથે જ છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ એક થઇ સતત બેઠકો કરી રહ્યો છે. તેમણે આગળ તે પણ ઉમેર્યું કે, જો રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચવામાં આવે તો આગામી 9 તારીખ આ મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે અને આગળ શું કરવું તે વિશે વિચારવામાં આવશે.
રૂપાલાના સમર્થનમાં PAAS સંગઠન
ક્ષત્રિય સમાજ (Kshatriya community) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ જ્યાં એક તરફ સમગ્ર ગુજરાતમાં કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) નો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું PAAS સંગઠન આગળ આવ્યું હોવાના અહેવાલ છે. માહિતી મુજબ, અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે PAAS કમિટી સક્રિય થઈ છે. રાજકોટમાં (Rajkot) વિવિધ સ્થળે ‘હું સનાતની છું. હું મોદીની સાથે છું. હું રૂપાલાની સાથે છું.’ ના બેનરો લાગ્યા હતા. જોકે, થોડા જ સમય પછી PAAS દ્વારા લગાવવામાં આવેલા આ બેનરોને ચૂંટણી પંચે દૂર કર્યા હતા. આચાર સંહિતા ભંગ થતી હોવાથી આ બેનરો દૂર કરવામાં આવ્યા હતા.
પરશોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના દર્શને
પરશોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા છે. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કર્યા અને માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો છે. તેમજ દિલ્હીથી રાજકોટ પહોચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. વિરોધના વંટોળ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ કરતા તેમને જાણે રાજ્યમાં વિરોધથી કોઇ ફરક નથી પડ્યો તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.
આ પણ વાંચો - Rupala Controversy : રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા, જાણો શું છે કારણ
આ પણ વાંચો - Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો - Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર