Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Union Budget 2024 : શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર

Union Budget 2024 : દેશની મોદી સરકાર 3.0 એ આજે સંસદમાં પહેલું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ દરમિયાન કેટલીટ મોટી અને મહત્ત્વની જાહેરાતો કરી હતી. જો કે, મોદી સરકારનાં (Modi Government) બજેટ પર વિપક્ષી...
union budget 2024   શક્તિસિંહ ગોહિલ  રાહુલ ગાંધી  મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર

Union Budget 2024 : દેશની મોદી સરકાર 3.0 એ આજે સંસદમાં પહેલું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ દરમિયાન કેટલીટ મોટી અને મહત્ત્વની જાહેરાતો કરી હતી. જો કે, મોદી સરકારનાં (Modi Government) બજેટ પર વિપક્ષી નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (Mallika Arjun Khadge) પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Advertisement

બજેટ કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાની કોપી-પેસ્ટ છે : શક્તિસિંહ ગોહિલ

ભારત સરકારનાં વર્ષ 2024-25 ના બજેટ અંગે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સરકારે આજે રજૂ કરેલું બજેટ (Union Budget 2024) સંપૂર્ણ રીતે નિરાશાજનક રહ્યું છે. નાણામંત્રીએ કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાનું બજેટમાં કોપી-પેસ્ટ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાનોને નોકરીનાં નામે સરકારે ગેરમાર્ગે દોર્યા છે. મંદી અને મોંઘવારી જેવી મુશ્કેલીઓ સામે લડી રહેલા વર્ગને આ બજેટથી રાહતની અપેક્ષા હતી. પરંતુ, બજેટમાં ગુજરાતીઓ માટે કોઇ રાહત કે નવી યોજનાની જાહેરાત કરાઈ નથી. શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, બજેટમાં બિહાર (Bihar), આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા માટે જાહેરાત કરાઈ છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, નિતિશ કુમાર (Nitish Kumar) અને ચંદ્રાબાબુએ (Chandrababu Naidu) દબાણ કરતાં તેમના માટે આ જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારને બિહાર, આંધ્રપ્રદેશ (Andhra Pradesh), આસામ (Assam) અને ઓરિસ્સા દેખાય છે પણ ગુજરાત દેખાતુ નથી.

Advertisement

'બિહારનાં પૂર દેખાય છે પણ ગુજરાતનાં પૂર દેખાતા નથી'

શક્તિસિંહે આગળ કહ્યું કે, સરકારને બિહારનું પૂર દેખાય છે પણ ગુજરાતનાં ઘેડ પંથકનું પૂર, પોરબંદર (Porbandar), દ્વારકા, જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં પૂર દેખાતા નથી. BJP એ ચૂંટણી ઢંઢેરામાં 10 લાખની આવક સુધી ટેક્સમાં રાહતની વાત કરી હતી. વર્ષ 2014 નાં ચૂંટણી ઢંઢેરા બાદ 11 માં બજેટમાં પણ પ્રજાને કોઇ ફાયદો થયો નથી. સરકારે પ્લેટીનમ પર ડ્યૂટી ઘટાડી અને પ્લાસ્ટિક પર વધારી છે. દેશમાં મોટા ભાગની જનતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમના પર ભારણ વધશે. MSME માટે કોઇ વાત નહીં અને વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. ખેતી પ્રધાન દેશ હોવા છતાં ખેતી માટે કોઇ વાત કરવામાં આવી નથી.

રોજગારી અને MSME માટે કોઈ ખાસ જાહેરાત નથી : મનીષ દોશી

કોંગ્રેસ (Congress) પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) બજેટને લઈને કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી બેરોજગારી અને મોંઘવારીનો ડામ આપનાર એવી કેન્દ્રની મોદી સરકારે (Modi Government) આજે જે બજેટ રજૂ કર્યું છે, તેમાં 30 લાખ જગ્યાઓ ક્યારે ભરાશે? તે માટે કોઈ જ વાત કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, આ મોદી સરકારનાં નેતૃત્વમાં દેશમાં બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષનાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો છે. લોકસભાની અંદર રાહુલ ગાંધીએ યુવાઓ માટે રોજગારીને લઈ સતત લડત લડી હતી. મનીષ દોશીએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, MSME ના ઘણા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે. છતાં MSME માટે અને અસંગઠિત ક્ષેત્રોમાં મજૂરો માટે કોઈ જાહેરાત કરાઈ નથી. મનરેગા યોજના (MNREGA Scheme) માટે કોઈ જ ગંભીરતા સાથે જાહેરાત કરાઈ નથી. આંકડાશાસ્ત્ર વિભાગ માટે કોઈ જ નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી. ટેક્સ માટેની વાતો સામે સરકારે મલ્ટી ટેક્સથી લોકોને લૂંટવાનું કામ કર્યું છે.

Advertisement

'બજેટમાં ગુજરાત સાથે અન્યાય કરવામાં આવ્યો છે'

મનીષ દોશીએ (Manish Doshi) કહ્યું કે, કોર્પોરેટરને ટેક્સમાં છૂટછાટ આપીને માલેતુજારને ફાયદા કરવામાં આવ્યો છે. બજેટની (Union Budget 2024) અસર શેરબજાર પર જોવા મળી છે. જ્યારે ગુજરાતને કોઈ મોટા લાભ આપવામાં આવ્યા નથી. કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં ગુજરાતને ઘણાં નવા ઇન્સ્ટિટ્યૂટ મળ્યા હતા. પરંતુ, મોદી સરકારનાં બજેટમાં ગુજરાત સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને ગરીબ માણસોની આ રેલવે પણ મોંધી થઈ ગઈ. લાખો કરદાતાઓને ફાયદો આપવાનાં બદલે ઈલેક્ટ્રો બોન્ડથી ચૂંટણી ફંડ આપનારને ફાયદો કરાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ બજેટને સાથી પક્ષોને ખુશ કરવાનો પ્રયાસ ગણાવ્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) પણ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરી લખ્યું કે, બજેટ દ્વારા સાથી પક્ષોને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે અન્ય રાજ્યોનાં ભાગે ખાલી વચનો આવ્યા છે. રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે, બજેટ દ્વારા મિત્રોને ખુશ કરવામાં આવ્યા છે. AA (અદાણી-અંબાણી) ને ફાયદો પણ સામાન્ય ભારતીયોને કોઈ રાહત આપવામાં આવી નથી. તેમણે ત્રીજો પોઇન્ટ 'કોપી એન્ડ પેસ્ટ' ગણાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બજેટ કોંગ્રેસનાં મેનિફેસ્ટો (Congress Manifesto) અને અગાઉનાં બજેટની કોપી-પેસ્ટ છે.

ખડગેએ વિપક્ષને 'કોપીકેટ' ગણાવ્યાં

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallika Arjun Khadge) બજેટને લઈને કેન્દ્ર સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું છે. તેમણે કટાક્ષ કરતા X પર લખ્યું કે, મોદી સરકારનું "કોપીકેટ બજેટ"... કોંગ્રેસનાં ન્યાય એજન્ડાને યોગ્ય રીતે કોપી પણ ન કરી શક્યું મોદી સરકારીનું આ બજેટ! (Union Budget 2024) મોદી સરકારનું આ બજેટ તેમના ગઠબંધન ભાગીદારોને છેતરવાં માટે અડધી શેકેલી "રેવડીઓ" વહેંચી રહ્યું છે, જેથી NDA ટકી રહે. આ ‘દેશની પ્રગતિ’નું બજેટ નથી, આ ‘મોદી સરકાર બચાવો’ નું બજેટ છે!

આ પણ વાંચો - Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી! જાણો કયાં કેટલો વરસાદ, CM નું હવાઇ નિરીક્ષણ

આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવ્યું

આ પણ વાંચો - Agriculture Sector Budget 2024: ખેડૂતોને ફાયદો કે નુકસાન? જાણો નાણાંમંત્રીએ કેટલા કરોડની ફાળવ્યા

Tags :
Advertisement

.