Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Union Budget 2024 : બજેટમાં કર્મચારીઓને મોટી રાહત, કૃષિ ક્ષેત્ર માટે થશે ટેક્નોલોજીનો ઉપયોગ

Union Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ (finance minister nirmala sitharaman) સંસદમાં સતત 7મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ છે. તેઓ બજેટ ભાષણને વાંચતા બોલ્યા કે, તેમણે આ વખતે ખેડૂતો (Farmer) પર વિશેષ ધ્યાન...
union budget 2024   બજેટમાં કર્મચારીઓને મોટી રાહત  કૃષિ ક્ષેત્ર માટે થશે ટેક્નોલોજીનો ઉપયોગ

Union Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ (finance minister nirmala sitharaman) સંસદમાં સતત 7મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ છે. તેઓ બજેટ ભાષણને વાંચતા બોલ્યા કે, તેમણે આ વખતે ખેડૂતો (Farmer) પર વિશેષ ધ્યાન આપ્યું છે. અમારો પ્રયાસ ખેડૂતોની આવક વધારવાનો છે. આ ઉપરાંત દેશને તમામ પાકોની બાબતમાં પણ આત્મનિર્ભર બનવું જોઈએ.

Advertisement

સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવામાં આવશે

નાણામંત્રીએ કહ્યું કે અમે કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપીશું. આગળ તેમણે કહ્યું કે સરકારનો ભાર કુદરતી ખેતી પર રહેશે. તેમણે કહ્યું, 'આ કારણે આગામી એક વર્ષમાં બે કરોડ ખેડૂતોને સહાય આપવામાં આવશે. માછલી ઉછેર, કઠોળ અને તેલીબિયાં માટે પણ મિશન ચલાવવામાં આવશે. પાકના સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત બનાવશે. નાણામંત્રીએ કૃષિ માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર આપીશું અને સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્ય ગ્રાહક કેન્દ્રોની નજીક શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે વધુ ઉત્પાદન આપતા પાકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત તેલ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. નાણામંત્રીએ કહ્યું કે અમે શાકભાજીનું ઉત્પાદન, સંગ્રહ અને પુરવઠા શૃંખલાને મજબૂત કરવા માંગીએ છીએ.

કર્મચારીઓને મોટી રાહત

સીતારમણે કહ્યું કે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત, આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવશે જેથી કરીને મોસમી ફેરફારોથી અપ્રભાવિત રહીને પાકનું ઉત્પાદન કરી શકાય. નાણામંત્રીએ કહ્યું કે પાકની 32 જાતો બહાર પાડવામાં આવશે. એક કરોડ ખેડૂતો માટે કુદરતી ખેતીની યોજના લાવશે. તેમણે કહ્યું કે હવે અમારું ધ્યાન કઠોળ, તેલીબિયાં અને મત્સ્ય ઉછેરની બાબતમાં દેશને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેના પર રહેશે. તેમણે કહ્યું કે ગ્રામીણ સ્તરે પણ રોજગારીનું સર્જન કરવાનો અમારો પ્રયાસ રહેશે. બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવતા લોકોને પ્રથમ મહિનાનો પગાર આપશે. કર્મચારી અને એમ્પ્લોયર બંનેને મદદ પૂરી પાડવામાં આવશે. આ સિવાય સરકાર રોજગારના પ્રથમ 4 વર્ષમાં EPFOમાં પણ યોગદાન આપશે. આ અંતર્ગત સરકાર એમ્પ્લોયરને દર મહિને 3000 રૂપિયાની સહાય આપશે. વર્કિંગ વુમન હોસ્ટેલ અને ક્રેચ બનાવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Union Budget 2024 LIVE : કોને લાગશે લોટરી? થોડી ક્ષણોમાં થશે જાહેરાત

Advertisement
Tags :
Advertisement

.