Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shaktisinh Gohil : કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે 11 એકાઉન્ટ ફીઝ કરાયાં!

લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2024) જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ એક બીજાને મેણાં-ટોણાં મારવાનો એક પણ અવસર ચૂકતા નથી. નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ પણ કરતા...
shaktisinh gohil   કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે 11 એકાઉન્ટ ફીઝ કરાયાં

લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2024) જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ એક બીજાને મેણાં-ટોણાં મારવાનો એક પણ અવસર ચૂકતા નથી. નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ પણ કરતા હોય છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ (Congress) ચૂંટણી લડી ના શકે તે માટે એકાઉન્ટ ફીઝ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના પૈસા રોકી રાખવાથી કોંગ્રેસને રોકી શકાશે નહીં.

Advertisement

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, લોકશાહીમાં (democracy) આઝાદી બાદ એક ઉત્તમ બંધારણ આપણા લોકોને પ્રાપ્ત થયું. આજ સુધી દેશમાં અનેક સંસદીય ચૂંટણીઓ યોજાઈ અને સત્તા પરિવર્તન પણ થયા. પરંતુ, વિશ્વમાં એક આદર્શ અને ઉત્તમ લોકશાહી તરીકેની પ્રતિષ્ઠા આપણા દેશની હતી. આ અંગે ક્યારે દુનિયમાં શંકા ઊભી થઈ નથી. પરંતુ, આજના સમયમાં વિશ્વ સ્તરે આપણી લોકશાહી અંગે ટિપ્પણીઓ થઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા આગળ કહ્યું કે, લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે જરૂરી છે.

શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ

Advertisement

'પાર્ટીના 11 એકાઉન્ટ ફિઝ કરી દેવામાં આવ્યા છે'

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આગળ કહ્યું કે, હાલના સમયમાં દેશના લોકો ભાજપ વિરોધ જોવા મળી રહ્યા છે. આ વખત લોકોમાં આક્રોશ છે એટલે 'ઇસ બાર તડીપાર'. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં હોય કે ના હોય પરંતુ પાર્ટીએ હંમેશાં લોકોની સેવા માટે જ કામ કર્યું છે. પરંતુ, કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે એકાઉન્ટ ફીઝ કરવામાં આવ્યા છે. લોકોના દાનથી ચૂંટણી લડવા માટે 11 એકાઉન્ટ ફિઝ કરી દેવામાં આવ્યા છે. પૈસા વિના કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, કોંગ્રેસ પક્ષના પૈસા રોકી રાખવાથી કોંગ્રેસને રોકી શકાશે નહીં. દેશની જનતા આ બધું જોઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે ખૂબ જ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો - ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો, રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો - VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં જવાબ આપવા ગાંધીજીનું કટાઉટ લઇ પહોંચ્યા કોંગ્રેસ પ્રમુખ

આ પણ વાંચો - એકવાર ફરી ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, દેવભૂમિ દ્વારકામાં આ નેતાએ પાર્ટીને કહ્યું રામ રામ

Tags :
Advertisement

.