Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ
Nirmala Sitharaman saree look in Budget 2024: આજે ભારતની વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાંકીય વર્ષ 2024-2025 નું બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે, આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ છે. તેમને જણાવી દઈએ કે, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ 2019 થી બજેટ રજૂ કરી રહ્યા છે. અને દરેક વર્ષે તેમની સાડીનો લૂક કંઈક વિશેષ હોય છે. નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આ વખતે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. દરેક વર્ષે વિત્ત મંત્રી પોતાના વિશેષ રૂપમાં જોવા મળતા હોય છે. આ વર્ષે પણ તેમની સાડીનો લૂક કંઈક અલગ જોવા મળ્યો છે.
7 માં બજેટમાં વિત્ત મંત્રીની ખાસ સાડી
નોંધનીય છે કે, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. અત્યારે તેમની સાડીના લૂકની વાત કરવામાં આવે તો તે ખુબ જ ખાસ જોવા મળ્યો છે. આ વખતે પણ તેનો સાડીનો લુક ખૂબ જ ભવ્ય અને સરળ લાગે છે. આજે તેમણે ક્રીમ કલરની સાડી પહેરી છે. આ સાથે તેમની સાડી પર મૈજેંટા અને ગોલ્ડન રંગની બોર્ડર બનેલી છે અને બ્લાઉઝ પણ મૈજેંટા રંગનું છે. નોંધનીય છે કે, તેમએ કપાળ પર નાની બિંદી, સોનાનું પેન્ડન્ટ અને બંગડીઓ વડે તેના દેખાવમાં પણ વધારો કર્યો છે.
દરેક વખતે પહેરે છે ખાસ પ્રકારની સાડી
આ પહેલાની વાત કરવામાં આવે તો, નાણાંમંત્રીએ 2019માં નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું હતું. નોંધનીય છે કે, ત્યાંરથી લઈને અત્યાર સુધી દરેક બજેટમાં તેમનો દેખાવ અલગ જોવા મળ્યો છે. 2019 માં જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે ગુલાબી રંગની સિલ્કી સાડી પહેરી હતી. આ સાથે 2020 ની વાત કરવામાં આવે તો, તેમણે પીળા રંગની સાડી પહેલી હતી. ઉલ્લેખનીય છે કે, તે વખતે તેમની આ સાડીની ખુબ જ પ્રશંસાઓ પણ થઈ હતી.
સાડીના લૂકની થઈ રહીં છે ખુબ જ પ્રશંસા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, તેમણે કોરોના કાળમાં જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે લાલ રંગના બોર્ડર વાળી ઓફ સફેદ સાડી પહેરી હતી. જ્યારે 2022 માં કોફી રંગની સાડી પહેરીને બજેટ રજૂ કર્યું હતું. વિગતે એવી પણ સામે આવી હતી કે તે સાડી ઓરિસામાં તૈયાર કરવામાં આવી હતી. આ સાથે જો 2023 ની વાત કરવામાં આવે તો વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ટ્રેડિશનલ લાંલ રંગની સાડી પહેરી હતી. અત્યારે 2024 ના બજેટમાં તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યારે તેમમે વાદળી કલરની સાડી પહેરી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દર વર્ષે બજેટ રજૂ કરતી વખતે અલગ અલગ પ્રકારની સાડીઓ પહેતા હોય છે..