ચંદ્રબાબુ નાયડુ CM અને પવન કલ્યાણ DyCM!, TDP ને મળ્યું જબરદસ્ત સમર્થન...
આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મંગળવારે, TDP ચંદ્રબાબુ નાયડુને તેના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરી શકે છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રવક્તા જ્યોત્સના થિરુનાગરીએ જણાવ્યું હતું કે નાયડુ મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાશે. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, TDP, BJP અને જનસેના ગઠબંધનના નેતાઓ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ચંદ્રાબાબુ નાયડુની સાથે અન્ય ઘણા નેતાઓ પણ બુધવારે શપથ લઈ શકે છે. નાયડુની સાથે શપથ લેનાર નેતાઓના નામ મંગળવારે નક્કી કરવામાં આવશે.
વિધાયક દળના નેતા તરીકે પવન કલ્યાણનું નામ...
જનસેના પાર્ટીએ 12 જૂનના રોજ પવન કલ્યાણને આંધ્ર પ્રદેશમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા . શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. તે જ સમયે, જનસેના પાર્ટીએ તેના વિધાયક દળના નેતા પવન કલ્યાણને પાર્ટીના વડા તરીકે પસંદ કર્યા છે. પવન કલ્યાણ મંગળવારે સવારે મંગલાગિરીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં જનસેના પાર્ટીના ધારાસભ્યોએ તેમને નેતા તરીકે ચૂંટ્યા.
Andhra Pradesh | The Janasena Legislative Party meeting was held at the party headquarters in Mangalagiri this morning and Pawan Kalyan was elected as the leader of the JanaSena legislative party. pic.twitter.com/R16LwX6HIr
— ANI (@ANI) June 11, 2024
TDP ને જબરદસ્ત સમર્થન મળ્યું...
ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 175 માંથી 135 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીએ 21 બેઠકો જીતી છે અને ભાજપે પણ આઠ બેઠકો જીતી છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP માત્ર 11 સીટો પર જ સમેટાઈ ગઈ. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં TDP, જનસેના અને ભાજપે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
ચંદ્રબાબુ નાયડુ NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા...
વિજયવાડામાં NDA ગઠબંધનના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. TDP ના વડા એન ચંદ્રબાબુ નાયડુ, જનસેનાના વડા પવન કલ્યાણ અને આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ દગ્ગુબતી પુરુન્ડેશ્વરી સહિત તમામ NDA ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં જનસેનાના વડા પવન કલ્યાણે NDA વતી CM પદ માટે ચંદ્રાબાબુ નાયડુના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.
#WATCH | Andhra Pradesh: TDP chief N Chandrababu Naidu, JanaSena chief Pawan Kalyan, state BJP chief Daggubati Purandeswari attend NDA MLAs meeting in Vijayawada. pic.twitter.com/Un9uXLRvxt
— ANI (@ANI) June 11, 2024
ચંદ્રબાબુ નાયડુને CM બનાવવા માટે તમામ ધારાસભ્યો સંમત...
TDP ના વડા ચંદ્રાબાબુ નાયડુ કહે છે, 'ભાજપ, જનસેના અને TDP ના તમામ ધારાસભ્યોએ મને આંધ્રપ્રદેશની NDA સરકારના આગામી મુખ્યમંત્રી બનવા માટે તેમની સંમતિ આપી દીધી છે.'
આ પણ વાંચો : અભિનેતામાંથી રાજકારણી બનેલા Suresh Gopi એ સંભાળ્યો કાર્યભાર, કહ્યું- મારા માટે આ બધું નવું છે…
આ પણ વાંચો : 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ FIR નોંધાઈ…
આ પણ વાંચો : NEET માં ગેરરીતિ મામલે સુપ્રિમ કોર્ટે NTA ને નોટિસ ફટકારી, 8 જુલાઈ સુધીનો આપ્યો સમય…