Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : પરિવારનાં સામૂહિક આપઘાત કેસમાં વધુ 2 ની ધરપકડ, SIT ની રચના કરાઈ

દ્વારકાનાં (Dwarka) ધારાગઢ ગામની સીમમાં સામૂહિક આપઘાત મામલે મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, આ મામલે ભાણવડ પોલીસે (Bhanwad Police) વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓને ઝડપી પોલીસે 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર...
dwarka   પરિવારનાં સામૂહિક આપઘાત કેસમાં વધુ 2 ની ધરપકડ  sit ની રચના કરાઈ

દ્વારકાનાં (Dwarka) ધારાગઢ ગામની સીમમાં સામૂહિક આપઘાત મામલે મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, આ મામલે ભાણવડ પોલીસે (Bhanwad Police) વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓને ઝડપી પોલીસે 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે, તપાસ માટે SIT ની પણ રચના કરવામાં આવી છે.

Advertisement

SIT ની રચના, કુલ 4 લોકોની ધરપકડ

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જામનગરમાં (Jamnagar) રહેતા પરિવારે દેવભૂમિ દ્વારકા (Dwraka) જિલ્લાના ભાણવડ (Bhanwad) પંથક આપઘાત કર્યો હતો. આપઘાત પાછળ આર્થિક સંકળામણ અને વ્યાજખોરોનો ત્રાસ હોવાનું સામે આવતા તપાસ હાથ ધરાઈ હતી. આ કેસમાં તપાસ માટે SIT ની રચના પણ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ, પોલીસે શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદીપસિંહ કનકસિંહ ઝાલા નામના બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓનાં 3 દિવસનાં રિમાન્ડ પણ મેળવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.

Advertisement

અગાઉ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા

ભાણવડમાં (Bhanwad) પરિવારની સામૂહિક આત્મહત્યા (Mass Suicide) મામલે અગાઉ વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે મુખ્ય આરોપીઓને ઝડપી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતાં. ત્યારે હવે 4 લોકોનાં આપઘાત મામલે SIT ની રચના બાદ PI કક્ષાનાં અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. હજુ પણ પોલીસ (Bhanwad Police) દ્વારા સામૂહિક આપઘાત મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ભાણવડમાં પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો, કારણ આવ્યું સામે!

આ પણ વાંચો - Mehsana : ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાદ્યો

આ પણ વાંચો - Ahmedabad : BJP નેતા વિરુદ્ધ પત્નીનાં ગંભીર આક્ષેપ- મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપે છે !

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.