Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ લોકસભા બેઠક પર AAP અને Congress ના ગઠબંધનનો વિવાદ ચરમસીમાએ

Bharuch : જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) ના ગઠબંધનને લઈ કોંગ્રેસીઓમાં વિવાદ (Controversy) ચરમસીમાએ પહોંચી ગયો છે. અપક્ષમાંથી ઉમેદવારી કરવા માટે પણ ઘણા કોંગ્રેસીઓ મેદાનમાં ઉતાર્યા છે, જેના પગલે કોંગ્રેસ (Congress) ના જિલ્લા...
ભરૂચ લોકસભા બેઠક પર aap અને congress ના ગઠબંધનનો વિવાદ ચરમસીમાએ

Bharuch : જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) ના ગઠબંધનને લઈ કોંગ્રેસીઓમાં વિવાદ (Controversy) ચરમસીમાએ પહોંચી ગયો છે. અપક્ષમાંથી ઉમેદવારી કરવા માટે પણ ઘણા કોંગ્રેસીઓ મેદાનમાં ઉતાર્યા છે, જેના પગલે કોંગ્રેસ (Congress) ના જિલ્લા પ્રમુખ સામે બે મોટા માથાના કોંગ્રેસીઓએ ગંભીર પ્રકારના આક્ષેપક કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ કર્યા છે જેના કારણે કોંગ્રેસ (Congress) નું વિવાદ ચરમસીમાએ આવી ગયો છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર આપ (AAP) અને કોંગ્રેસ (Congress) ના ગઢ બંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) ને જાહેર કરાયા છે અને ત્યારથી જ કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકીય માહોલ વચ્ચે ભરૂચ (Bharuch) જિલ્લામાં કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા કોંગ્રેસીઓ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી ચર્ચા વચ્ચે ઘણા કોંગ્રેસીઓએ પોતાના વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ કર્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા બે ટર્મથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતાં સુલેમાન પટેલે (Suleman Patel) પણ આપ અને કોંગ્રેસ (Congress) ના ગઠબંધન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને ગઠબંધનને લઈ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોની ચિંતાઓ વ્યક્ત કરી સુલેમાન પટેલ (Suleman Patel) લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવાની ફરજ પડે તો ઉમેદવારી કરશે તેવી ચીમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ કર્યો છે. જેના કારણે જો સુલેમાન પટેલ (Suleman Patel) અપક્ષમાંથી ઉમેદવારી કરે તો તે ભાજપ (BJP) માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. સુલેમાન પટેલે પણ શું ચીમકી આપી છે જુઓ આ વીડિયોમાં...

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતો વીડિયો બનાવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યો છે કે, જિલ્લા પ્રમુખ કે જેઓ અગાઉ પ્રમુખ હતા ત્યારે અને ત્યારબાદ પણ કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રણા હતા. ત્યારે અસહકાર આપી હેરાનગતિ કરવામાં આવી હતી અને જે તે સમયે પ્રદેશ સમિતિએ જિલ્લા પ્રમુખને ઊંચા પદ ઉપર લઈ ગયા હતા. પરંતુ તાજેતરમાં જિલ્લા પ્રમુખ ની ભૂંડી ભૂમિકા હોય તેવા આક્ષેપ પણ સંદીપ માંગરોલાએ કર્યો છે અને કોંગ્રેસના જ અગ્રણીઓ હોદ્દેદારો આ ગઠબંધન સામે નારાજ હોવાનું પણ તેઓએ કહ્યું છે.

Advertisement

ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ જો કોંગ્રેસના અગ્રણીઓ આ લોકસભા બેઠકો પર કોંગ્રેસની વિચારધારા ઉપર અપક્ષમાંથી ઉમેદવારી કરે તો કયા પક્ષને નુકસાન થાય તેવા સવાલો વચ્ચે એક વાત નિશ્ચિત છે કે કોંગ્રેસીઓ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તો ભાજપને સીધે સીધો ફાયદો થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એક વાત નિશ્ચિત સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલના નિધન બાદ કોંગ્રેસ મુક્ત ભરૂચ બની રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અહેવાલ - દિનેશ મકવાણા

Advertisement

આ પણ વાંચો - Alliance: કોંગ્રેસ-આપનું ગઠબંધન! આ પાંચ રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી

આ પણ વાંચો - BHARUCH બેઠક પર ફસાયો પેચ.. ભાઇ-બહેનની પ્રતિક્રિયાથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો - BHARUCH : પરીક્ષાના પ્રથમ દિવસે જીલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબ આપી આવકારવામાં આવ્યા

Tags :
Advertisement

.