Bharuch: દહેજની ઇપેક કંપનીમાં 5 લાખ લિટર પાણીની ટાંકી ફાટતા 2 ના મોત અને 4 ગંભીર રીતે ઘાયલ
Bharuch: ભરૂચથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ (Bharuch)ના દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જવાની ઘટના સામે આવી છે. ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા છે, જેમાં 2ના મોત થયા છે જ્યારે 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે કંપનીમાં કામ કરતા કામદારો સાથે ઘણા સગીર કામદારો પણ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેથી ઇપેક કંપની સામે પણ સવાલો થઈ રહ્યા છે કે, આખરે સગીર વયના કામદારો શા માટે કામે રાખવામાં આવ્યા હતા.
પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી
નોંધનીય છે કે, ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા દુર્ઘટના બની હોવાના વિગતો સામે આવી છે. તમને જણાવી દઇએ કે, આ ટાંકી ફાટવાના કારણે પાણીના ફોર્સમાં કામદારો ખેંચાઈ ગયા હતા અને 2ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેથી ઇજાગ્રસ્ત લોકોને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઘટનાના પગલે દહેજ પોલીસ મથકના પીએસઆઇ સરવૈયા સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો. અને આગળી કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
2 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં 2 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ અત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે, શું કંપનીમાં સગીર વયના બાળકોને કામ કરાવી શકાય ખરા? શું પોલીસ આ કંપની સામે બાળ મજુરીની કલમનો ઉમેરો કરશે ખરા? નોંધનીય છે કે, બાળકોને મજૂરીકામ કરાવવું એ કાયદાનો ભંગ છે. છતાં પણ આ ઇપેક કંપની કાયદાઓને નેવે મુકીને બાળકોને મજૂરી કામે રાખેલા હતા. આ ઘટનામાં સૂરજ રામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલકુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22નું મોત છે. જેથી તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.