Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કંઝાવાલા કેસમાં AAP કાર્યકર્તાઓ દ્વારા એલજીની કચેરીનો ઘેરાવો, રાજીનામાની કરી માંગ

આમ આદમી પાર્ટી (AAP)એ  દિલ્હીના સુલતાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને કારમાં ઘણા કિલોમીટર સુધી ધસેડીને તેની હત્યા કરવાના સંબંધમાં લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી વિનય કુમાર સક્સેનાને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.AAP કાર્યકર્તાઓએ LG હાઉસનો ઘેરાવ કર્યોકાંઝાવાલા કેસને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન AAP કાર્યકરો લેફ
કંઝાવાલા કેસમાં aap કાર્યકર્તાઓ દ્વારા એલજીની કચેરીનો ઘેરાવો  રાજીનામાની કરી માંગ
Advertisement
આમ આદમી પાર્ટી (AAP)એ  દિલ્હીના સુલતાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને કારમાં ઘણા કિલોમીટર સુધી ધસેડીને તેની હત્યા કરવાના સંબંધમાં લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી વિનય કુમાર સક્સેનાને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.
AAP કાર્યકર્તાઓએ LG હાઉસનો ઘેરાવ કર્યો
કાંઝાવાલા કેસને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન AAP કાર્યકરો લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી LG VK સક્સેનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેને જોતા દિલ્હી પોલીસે એલજી ઓફિસની સુરક્ષા વધારી દીધી છે.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
કંઝાવાલા વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોમવારે રોષે ભરાયેલા લોકોના ટોળાએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ સુલતાનપુરી પોલીસ સ્ટેશન પહોંચેલા દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને સ્થાનિક ધારાસભ્ય રાખી બિરલનની કારના કાચ તોડી નાખ્યા હતા.
AAPનો આરોપ - પાંચમો આરોપી ભાજપના નેતા છે
AAPએ કહ્યું કે આ કેસમાં પાંચમો આરોપી મનોજ મિત્તલ ભાજપના નેતા છે. તેનું હોર્ડિંગ સુલતાનપુરી પોલીસ સ્ટેશન પાસે લગાવવામાં આવ્યું છે. AAPનો આરોપ છે કે આથી આ મામલામાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
તમામ આરોપીઓને ફાંસી પર લટકાવી દેવી જોઈએ - કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજઘાટ પર 50 ઈલેક્ટ્રિક બસોનું ઉદ્ઘાટન કરતી વખતે સુલતાનપુરીમાં મહિલાને કારમાં ઘણા કિલોમીટર સુધી ધસડીને તેનું મોત નિપજાવવાના મામલામાં તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું, આપણે બધાએ આમાં સામેલ ગુનેગારોને ફાંસી પર લટકાવવાના પ્રયાસો કરવા પડશે.
એલજીએ કાર્યવાહીની ખાતરી આપી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "કાંજાવાલા ઘટના પર એલજી સાથે વાત કરી હતી. તેમને ગુનેગારો સામે પગલાં લેવા વિનંતી કરી હતી, તેમની સામે આઈપીસીની કડક કલમો લાગુ થવી જોઈએ. તેમના ઉચ્ચ રાજકીય કનેક્શન્સ હોવા છતાં કોઈ નરમાશ દાખવવી જોઈએ નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×