Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ (Rain in Gujarat) રાજકોટ, અમરેલી, નવસારી, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગરમાં વરસાદ પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખોડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ Rain in Gujarat : ગુજરાતનાં વિવિધ...
rain in gujarat   રાજકોટ  અમરેલી  નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો  વાંચો સમગ્ર અહેવાલ
  1. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ (Rain in Gujarat)
  2. રાજકોટ, અમરેલી, નવસારી, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગરમાં વરસાદ
  3. પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ
  4. વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખોડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ

Rain in Gujarat : ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે. રાજકોટ (Rajkot), અમરેલી, નવસારી, દ્વારકા (Dwarka), સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ (Kutch) જિલ્લાનાં વિવિધ ગામોમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદનાં પગલે વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સાથે ઊભા વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ છે.

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

ગુજરાતમાં આજે વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (Rain in Gujarat) વરસ્યો છે. રાજકોટની (Rajkot) વાત કરીએ તો આજે બપોર સુધી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરનાં 150 ફૂટ રિંગરોડ, યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર, રૈયા રોડ, રામનાથપરા, કાલાવડ રોડ, પુષ્કરધામ રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી છે. જ્યારે બીજી તરફ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી રાજકોટવાસીઓને બફારાથી થોડી રાહત મળી છે. ધોરાજી અને લોધીકા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. માહિતી મુજબ, વાગુદડ ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા વધી છે.

Advertisement

અમરેલીનાં વડીયામાં 2 કલાકમાં જ 3 ઇંચ જેટલો વરસાદ

અમરેલીની (Amreli) વાત કરીએ તો લીલીયા, ધારી ગીર, બગસરા, વડિયા પંથકમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા બજારો પાણી-પાણી થયા છે. જ્યારે ધારી ગીરનાં ફાચરિયા, અમૃતપુર, સરસિયા, ગોવિંદપુર અને ખોખરા ગામમાં વરસાદ ખાબક્યો છે. બગસરા અને વડિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. વડીયામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદમાં મગફળીનાં પાથરા તણાયા હતા. આથી, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો - Surat : અકસ્માતમાં વેપારીના મોત મામલે પોલીસનું ચોંકાવનારું નિવેદન! કહ્યું - આરોપી વિરૂદ્ધ અગાઉ..!

Advertisement

નવસારી, દ્વારકા અને સુરેન્દ્રનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

નવસારી (Navsari) અને દ્વારકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. નવસારીમાં સોમનાથ મંદિર પાસે વરસાદ વચ્ચે આકાશી વીજળીનો નજારો કેમેરામાં કેદ થયો હતો. વીજળીનો નયનરમ્ય દ્રશ્યો જોઇ લોકો અભિભૂત થયા હતા. જ્યારે દ્વારકામાં ભાટિયામાં 2 ઇંચ, ખંભાળિયામાં 1 થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરનાં (Surendranagar) થાન તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. નવાગામ, તરણેતર, અભેપર, વીજળીયા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોનાં કપાસ, મગફળી સહિતના પાકોને મોટાપાયે નુકસાનની ભીતિ (Rain in Gujarat) સેવાઈ છે.

આ પણ વાંચો - Porbandar : કુખ્યાત Bhima Dula ને ફરી એકવાર મળ્યા જામીન

કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, એરંડાનાં પાકને નુકસાનની ભીતિ

જામનગરમાં (Jamnagar) કોંઝા, નારાણપર, ચંદ્રગઢ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે પોરબંદરનાં (Porbandar) બરડા, ભોમિયાવદર, પારાવાડા, મોરાણા સહિતનાં વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. ભેરાળા, નાવદ્રા, કોડીદ્રા, મંડોર સહિતનાં ગામમાં ભારે વરસાદ થયો છે. આ સિવાય ગીર સોમનાથનાં (Gir Somnath) કોડીનાર તાલુકામાં ફાચરિયા, અરણેજ, સિંધાજ સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. જ્યારે બોટાદ (Botad) જિલ્લામાં રાણપુર,બરવાળા, ગઢડામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આથી, કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, એરંડા સહિતનાં પાકોમાં ભારે નુકસાનની ચિંતા સેવાઈ છે. કચ્છમાં (Kutch) પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજ, માંડવી-મુન્દ્રા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી

Tags :
Advertisement

.