બોટાદ; પોલીસ દ્વારા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લા પોલીસ અને યુ ડી એડવેન્ચર દ્વારા ૧૧ કિલોમીટરની હાફ મેરેથોન દોડ નું કરવામાં આવ્યું આયોજન. સરકારી હાઈસ્કૂલ થી મેરેથોન દોડનું એસપી.ડીવાઈએસપીએ લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવ્યું.ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓએ લીધો ભાગ પ્રથમ દ્વિતીય અને તૃતીય અને આપવામાં આવ્યા ઇનામો.
બોટાદ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અને યુ ડી એડવેન્ચર દ્વારા સૌ પ્રથમવાર ૧૧ કિલોમીટર ની હાફ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી હાઈસ્કૂલ ખાતે બોટાદ એસપી કિશોર બળોલિયા, ડી. વાઈ.એસપી મહર્ષિ રાવળ દ્વારા મેરેથોન દોડને લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવેલ.મેરેથોન દોડ સરકારી હાઈસ્કૂલ, હવેલી ચોક,પાળીયાદ રોડ એવલ્ડ મલ્ટીપ્લેક્ષ થી પરત એજ રૂટ ઉપર પરત આવાનું આયોજન કરવામા આવ્યું છે.
બોટાદમાં સૌ પ્રથમવાર કરવામાં આવેલ ૧૧ કિલોમીટરની મેરેથોન માં યુવાનો અને યુવતીઓએ ભાંગ લીધો હતો જેમાં બોટાદ સહિત ,ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર,જામનગર, નર્મદા ,સોમનાથ સહિતના અન્ય જિલ્લામાંથી કુલ 520 યુવક યુવતીઓ ભાગ લીધો હતો.જેમાં યુવક અને યુવતીઓમાં અલગ અલગ પ્રથમ ,દ્વિતીય અને તૃતીય આવેલા ને રોકડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ
આ પણ વાંચો -નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકની લાશ રાજસ્થાનના ઉદેપુર ખાતેથી કોહવાયેલી હાલતમાં મળી