Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Report : વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ, હવે હવામાન વિભાગે કરી આ આગાહી

Weather Report : રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ લોકો આતુરતાથી વરસાદની રાહ જોતા હતા. ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (monsoon) પ્રારંભ થઈ ગયો છે. પરંતુ, આ શરૂઆત ધીમી ગતિએ થઈ છે. અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો...
weather report   વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ  હવે હવામાન વિભાગે કરી આ આગાહી

Weather Report : રાજ્યમાં કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ લોકો આતુરતાથી વરસાદની રાહ જોતા હતા. ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (monsoon) પ્રારંભ થઈ ગયો છે. પરંતુ, આ શરૂઆત ધીમી ગતિએ થઈ છે. અત્યાર સુધી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું વલણ કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આગામી ત્રણ કલાકમાં સામાન્ય વાવાઝોડા અને વીજળી સાથે મહત્તમ 40 કિલોમીટર પવનની ઝડપ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર, સુરત (Surat), વલસાડ, દીવ અને દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી છે. જ્યારે રાત્રિનું તાપમાન 30 ડિગ્રીથી ઘટી 27.8 ડિગ્રી સુધી નોંધાયું છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં પોરબંદર, રાજકોટ, નવસારી, ડાંગ, સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના (Weather Report) છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં પલસાણામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડનાં પારડી, વાપીમાં (Vapi) અડધો ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. વડોદરાનાં (Vadodara) કરજણમાં, નવસારીમાં ગણદેવી, અમરેલીના ખાંભા અને જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. વેરાવળનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જ્યારે પંડવા, કોડિદ્રા, માથશુરિયા સહિતના ગામોમાં વરસાદ (Rain) પડ્યો છે. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાતમાં આજે મેઘરાજાની મહેર, વેરાવળ અને અમેરલીમાં વાતાવરણમાં આવ્યો પલટો

Advertisement

આ પણ વાંચો - 10 જૂનથી ચોમાસું નવસારી પર સ્થિર….!

આ પણ વાંચો - WEATHER UPDATE : રાજ્યમાં વરસાદ અંગે મોસમ વિભાગની આગાહી, જાણો ક્યારે અને કયા કરશે મેઘરાજા એન્ટ્રી

Tags :
Advertisement

.