Heavy Rain: વરસાદને પગલે આંધ્ર-તેલંગણામાં 10 વધુના મોત, અનેક લોકો બેઘર
- આંધ્ર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ
- રાજ્યમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત
- વરસાદને પગલે આંધ્ર-તેલંગણામાં 10 વધુના મોત
Andhra Pradesh:આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)માં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ (Heavy Rain)પડી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ સર્જાઈ છે.5 જિલ્લાઓના 294 ગામોમાંથી 13,227 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે આવેલ આફતોમાં 10 વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. જે ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં મૂશળધાર વરસાદ
બીજી તરફ, તેલંગાણા(Telangana)માં સતત ભારે વરસાદના કારણે 9 લોકોનાં મોત થયા છે. હૈદરાબાદ સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ તાત્કાલિક સ્થિતિની સમીક્ષા માટે ઇમરજન્સી બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાને તમામ સરકારી વિભાગોને આગામી 24 કલાક માટે સંપૂર્ણ એલર્ટ રહેવા સૂચના આપી છે. આવતીકાલે હૈદરાબાદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
#WATCH | Andhra Pradesh: Severe waterlogging witnessed in various parts of Vijayawada leading to a flood-like situation, due to heavy rainfall. pic.twitter.com/dlC0iC6iam
— ANI (@ANI) September 2, 2024
આ પણ વાંચો -AAP MLA અમાનતુલ્લા ખાનના ઘેર ED ના દરોડા
મુખ્યપ્રધાનએ વરસાદની સ્થિતિની બેઠક કરી હતી
આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ(CM N Chandrababu Naidu))એ પણ સિનિયર અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યમાં રહેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં સહાયતા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારે બનેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને રાજ્યના દરિયાકિનારાને પાર કરી ગયું હતું, જેના કારણે આ રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે.
#WATCH | Andhra Pradesh CM N Chandrababu Naidu inspected the flood situation in Vijayawada. pic.twitter.com/ofPtrdK1J5
— ANI (@ANI) September 2, 2024
આ પણ વાંચો -Pune : વીજળી ગુલ કરી ભૂતપૂર્વ કોર્પોરેટરની ફાયરિંગ કરી હત્યા
ભારે વરસાદને કારણે 10 વધુ લોકોનાં મોત
ગૃહપ્રધાન વંગલાપુડી અનિતાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકો માટે વિવિધ જિલ્લાઓમાં 100 રાહત કેન્દ્રો અને 61 મેડિકલ કેમ્પની સ્થાપના કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 10 વધુ લોકોનાં મોત થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ 600 લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડ્યા છે. તેમજ, 62,644 હેક્ટર અનાજના પાક અને 7,218 હેક્ટર બગીચા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રત્યેક જિલ્લામાં ટોલ-ફ્રી નંબર અને નિયંત્રણ એકમની રચના કરવામાં આવી છે.