Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા

અમરેલીમાં (Amreli) ધાર્મિક લાગણી દૂભાવવા બદલ આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે (Amreli Sessions Court) આરોપીને રૂ. 2.05 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીએ ગૌવંશની હત્યા કરી લોહી પાલિકાની (Amreli Municipality) ગટરમાં વહેતું કર્યું હતું....
amreli   ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા
Advertisement

અમરેલીમાં (Amreli) ધાર્મિક લાગણી દૂભાવવા બદલ આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે (Amreli Sessions Court) આરોપીને રૂ. 2.05 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીએ ગૌવંશની હત્યા કરી લોહી પાલિકાની (Amreli Municipality) ગટરમાં વહેતું કર્યું હતું. અમરેલી સિટી પોલીસે આરોપીની અઢી વર્ષ પહેલા 50 કિલો ગૌ માંસ સાથે ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતાં હવે આરોપીને કડક સજા ફટકારવાાં આવી છે.

આ પણ વાંચો - Dashama Visarjan : દશામા વ્રતની પૂર્ણાહુતિ, કુંડ હોવા છતાં રસ્તાઓ પર મૂર્તિઓ મૂકી જતાં ખંડિત થઈ

Advertisement

ગૌવંશનું કતલ કરી લોહી પાલિકાની ગટરમાં વહેતું કર્યું

મળતી માહિતી મુજબ, અમરેલીનાં (Amreli) બહારપરામાં આવેલ કસ્બાવાડમાં મોટા ખાટકીવાડ વિસ્તારમાં આરોપી આસિફ અલારખ તરકવડિયાએ હિન્દુ ધર્મનાં લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. આરોપી આસિફે ગૌવંશની હત્યા કરીને લોહી પાલિકાની ગટરમાં (Amreli Municipality નાંખી જાહેરમાં વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કર્યો હતો. આ મામલે અમરેલી સિટી પોલીસે આરોપી આસિફની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - 15th August : રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત

50 કિલો ગૌમાંસ, સાધનો સાથે આરોપીની ધરપકડ થઈ હતી

અમરેલી સિટી પોલીસે (City Police) આરોપી આસિફની 50 કિલો ગૌમાંસ અને કતલ કરવાના સાધનો સાથે અંદાજે અઢી વર્ષ પહેલા ધરપકડ કરી હતી. આ અંગે કોર્ટમાં કેસ ચાલી જતાં સેશન્સ કોર્ટે (Sessions Court) તમામ પુરાવા અને સાક્ષીઓનાં આધારે ચુકાદો આપીને આરોપી આસિફને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2.05 લાખનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : લાંચિયા અધિકારી અનિલ મારૂ પર કાર્યવાહીનો કોરડો વીંઝાયો

Tags :
Advertisement

Trending News

.

×