Veraval: એક પરિવારના 9 સભ્યોની ગેંગે રાજ્યભરમાં આચર્યા 11 ગુનાઓ, આખરે પોલીસે કર્યો પર્દાફાશ અને...
- વેરાવળમાં ચીલ ઝડપની ઘટનાને અંજામ આપતી ગેંગ ઝડપાઈ
- રાજકોટના એક જ પરિવારના 9 સભ્યોની ગેંગ ઝડપાઈ
- પાંચ મહીલા અને 4 પુરૂષોની ગેંગનો થયો પર્દાફાશ
Veraval: વેરાવળમાં એક જ પરિવારના 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ 9 જણનો આખો પરિવાર લૂંટના ગુના સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથના વેરાવળ (Veraval) શહેરમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરનારા 9 લોકની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાસેથી કુલ 3 લાખનો મુદ્દામાલ પણ ઝડપાયો છે. આ ગેંગે રાજ્યભરમાં એક બે નહીં પરંતુ 11 ગુનાઓ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
9 સભ્યોની મુખ્ય ગેંગ લીડર છે પ્રભાબેન નામની મહિલા
એક પરિવારના આ ગેંગ રિક્ષામાં લૂંટ કરતા હતાં. જેમાં રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચાં લટકાવીને રાખતા હતા જેથી રિક્ષાનો નંબર કોઈ જોઈ ના જાય અને આ નંબર સીસીટીવીમાં કેદ ના થાય! જો કે, અત્યારે પોલીસે દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાં રહેતી પ્રભાબેન નામની મહિલા આ 9 સભ્યોની મુખ્ય ગેંગ લીડર છે. તેમની એમ.ઓ.એ પ્રકારની હતી તેમની પાસે ત્રણ રિક્ષા હતી અને એક જ પરિવાર ના કુલ 9 સભ્યો છે.
એકલ દોકલ મહિલાને રિક્ષામાં બેસાડી લૂંટી લેતા
આ ગેંગમાં પાંચ મહિલા અને ચાર પુરુષો જે પોતાની રિક્ષા લઇ અને વિવિધ શહેરોમાં ધાર્મિક સ્થળો આસપાસ એ રિક્ષા ઉભી રાખે અને એકલ દોકલ મહિલા દાગીના પહેરીને જતી હોય તેમને બેસાડે. તે રિક્ષામાં અગાઉથી જ તેમની ગેંગના સભ્યો હોય. જે તેમને રિક્ષામાં જગ્યા કરી આપે ત્યારબાદ વાતોમાં વળગાવી અને તેમના સોનાના દાગીના યેન કેન પ્રકારે છીનવી લેતા હતા. આ ગેંગના નવ સભ્યોને ત્રણ રિક્ષા સાથે 3 લાખના મુદ્દામાલ સાથે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યાં છે.
આ પણ વાંચો: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા
એક જ પરિવારની આ ગેંગે કુલ 11 ગુનાની કબુલાત કરી
વેરાવળ (Veraval)ની એક મહિલા વેરાવળ ટેલીફોન એક્સચેન્જ નજીક જઈ રહેલ ત્યારે આ રિક્ષામાં તેમને બેસાડ્યા હતા અને તેમના ગળામાંથી સોનાનો ચેન છીનવી લીધી હતી. નોંધનીય છે કે, આ ફરિયાદના આધારે પોલીસે આસપાસના સીસીટીવીઓ તપાસવાનું શરૂ કર્યું હતું ત્યારે એક પેટ્રોલ પંપ પર આવી ત્રણ રિક્ષાઓ અને તેમાં રહેલા મુસાફરો શંકાના દાયરામાં આવ્યા હતા. પોલીસે હાલ આ ગેંગની પૂછપરછ શરૂ કરી છે જેમાં વેરાવળ અને ભાવનગરના તાજેતર ના ત્રણ બનાવો તેમજ એ પહેલાના કુલ 11 ગુનાની કબુલાત કરી લીધી છે. જેથી આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: લાંચ પેટે દોઢ લાખનો iphone લેતા ઝડપાયા પોલીસ ઇન્સ્પેક્ટર, ACB એ ગોઠવ્યું હતું છટકું
આ ગેંગના તમામ સભ્યો રાજકોટના રહેવાસી છે
નવ સભ્યોની ગેંગની વાત કરવામાં આવે તો, તેમાં કિશોર ચારોલીયા, અરવિંદ કાનજીયા, આકાશ સોલંકી, અજીત સોલંકી, મુખ્ય સૂત્રધાર પ્રભાસ સોલંકી, જમના સોલંકી, કોમલ કાનજીયા, જયાબેન સોલંકી અને મીનાબેન સોલંકી સામેલ છે. આ તમામ લોકો એક જ પરિવારના છે અને રાજકોટ રહે છે.આ ગેંગે રાજ્યભરમાં કુલ 11 ગુનાઓને અંજામ આપ્યો છે. જો કે, અત્યારે પોલીસે તેમની ઝરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: શુકલતીર્થ ગામે જાત્રાના અંતિમ દિવસે નદીમાં 3 લોકો ડૂબ્યા, પરિવારે કર્યા આવા આક્ષેપો