ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલે કરી ભર'પૂર' આગાહી
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે પાણીની સમસ્યાનું પણ નિરાકરણ થશે. જેમા જળાશયોમાં પણ પાણીની સારી આવક થશે.જો કે ગઈકાલે પણ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો.અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 21 જૂનથી વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. રાજ્યમાં જૂલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે.
આગાહી સૂચવે છે કે ગુજરાતમાં એકબીજા સાથે જોડાયેલી નદીઓ પૂરનો અનુભવ કરે તેવી શક્યતા છે. ત્યારબાદ, તોફાન સિસ્ટમ બંગાળમાંથી ભેજ ખેંચવા માટે પૂર્વ તરફ વળે છે. ત્યારબાદ 25મીથી 27મી સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પહોંચવાનો અંદાજ છે. વધુમાં, બંગાળની ખાડી 21 જૂન, 28 અને જુલાઈ 1 ના રોજ ઉચ્ચ દબાણનો સામનો કરશે. આ સમયગાળા દરમિયાન, ગુજરાતીઓએ સતત બે દિવસ માટે સતર્ક રહેવું જોઈએ, જે કુલ 48 કલાક જેટલું છે.
બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા. જેમણે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, સૌથી પહેલી અમારી પ્રાયોરિટી છે જેઓ વિસ્થાપિત થયા છે તેમને ઘરે મુકવા. તેમણે સહાયને લઈ જણાવ્યું કે, સહાયની એક પેર્ટન બનેલી છે જેના આધારે ગુજરાત સરકાર પેકેજ બનાવશે અને જાહેર કરશે.
આ પણ વાંચો : પોતે સ્માર્ટફોન નથી રાખતા પણ આજે દરેકના ફોનમાં તેમનો Video છે