Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં વર્તાવશે કાળો કેર : IMD

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે, બિપરજોય ચક્રવાતે અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે તેમ તેમને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેથી ચક્રવાત 'બિપરજોય'થી ભારે...
બિપરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ  ગુજરાતમાં વર્તાવશે કાળો કેર   imd
Advertisement
ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે, બિપરજોય ચક્રવાતે અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે તેમ તેમને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેથી ચક્રવાત 'બિપરજોય'થી ભારે નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી.

જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

Advertisement

IMD અનુસાર, ચક્રવાત 'બિપરજોય' 15 જૂનની સાંજે 'અત્યંત ગંભીર ચક્રવાત' તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
Image
IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે,બિપરજોયના કહેરના કારણે ઘણું નુકસાન થઈ શકે છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં આટલો વરસાદ પડતો નથી. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.

Advertisement

IMD અનુસાર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના આ જિલ્લાઓમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા ભરતીના મોજા આવી શકે છે. આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવે છે.
આપણ  વાંચો -
Tags :
Advertisement

Trending News

.

×