Rajasthan : નવી સરકાર બનતા ગુનેગારોમાં ફફડાટ! એક શખ્સ પિસ્તોલ લઈને કોર્ટમાં ઘૂસ્યો, કહ્યું- મને બચાવી લો..!
રાજસ્થાનમાં બીજેપીની નવી સરકાર આવતાની સાથે જ ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. રાજ્યના પ્રતાપગઢમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક પિસ્તોલ લઈને કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન યુવકે જજને હાથ જોડીને કહ્યું કે, મને બચાવી લો, તેઓ મારું એન્કાઉન્ટર કરવા માગે છે. જો કે, પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવકને પોલીસ દ્વારા એન્કાઉન્ટરનો ડર હતો. ખરેખર, આરોપી શખ્સ અંગત અદાવતમાં કોઈ અન્ય શખ્સને ગોળી મારીને આવ્યો હતો. ત્યાર બાદ આરોપીને બીક હતી કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરી દેશે. આથી તે પિસ્તોલની સાથે જ કોર્ટ રૂમમાં રજૂ થઈ ગયો હતો. આરોપીની ઓળખ સલમાન તરીકે સામે આવી છે. જ્યારે સલમાન પિસ્તોલ લઈને કોર્ટમાં આવ્યો ત્યારે ત્યાં હાજર જજ અને વકીલ પણ હેરાન થઈ ગયા હતા. કોર્ટમાં સલમાને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
सनद रहे , राजस्थान में सरकार बदल गई है
राजस्थान में अराजकता अब बर्दाश्त नहीं होगी
आत्मसमर्पण pic.twitter.com/kmZ5dWBpYw
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) December 19, 2023
અહેવાલ અનુસાર, સલમાનને જણાવ્યું કે તેની માછલીની દુકાન છે. જ્યારે એક વ્યક્તિએ તેને ધમકી આપી હતી કે મારા ધંધામાં આવશે તો જાનથી મારી નાખીશ. સલમાને કહ્યું કે તે કોર્ટમાં આત્મસમર્પણ કરવા માટે આવ્યો છે. સલમાને પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે, પ્રતાપગઢના કચ્ચી બસ્તી વિસ્તારમાં સલમાને અન્ય એક શખ્સ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસને ઘટનાની માહિતી મળતા ત્વરિત ત્યાં પહોંચી હતી. જો કે, સલમાન અને તેના સાગરીતો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન સલમાન કોર્ટમાં હથિયાર લઈને પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Parliament : TMC સાંસદે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી