Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Alert : વધુ એક ચક્રવાતી તોફાન!,IMDએ એલર્ટ જારી કર્યું

વાવાઝોડાની સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે 25 ઓક્ટોબર સુધીનું એલર્ટ આપ્યું છે તો સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે સુચના જારી કરી છે.ખેડુતો માટે પોતાનો પાક જલ્દીથી લણી લેવા માટે પણ કહેવામાં આવ્યું...
cyclone alert   વધુ એક ચક્રવાતી તોફાન  imdએ એલર્ટ જારી કર્યું

વાવાઝોડાની સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે 25 ઓક્ટોબર સુધીનું એલર્ટ આપ્યું છે તો સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે સુચના જારી કરી છે.ખેડુતો માટે પોતાનો પાક જલ્દીથી લણી લેવા માટે પણ કહેવામાં આવ્યું છે કે જેથી નુક્શાનીથી બચી શકાય.ચક્રવાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જે ખેડુતો માટે નુક્શાનરૂપ સાબિત થઈ શકે છે.દેશ પર ફરીએકવાર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા આ અંગની ચેતવણી જાહેર કરવામાં આવી છે.IMD દ્વારા બહાર પાડવામાં આવેલા ફોરકાસ્ટ મુજબ બંગાળની ખાડી પર ડિપ્રેશન છે તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.

Advertisement

હવામાન વિભાગે આપી ચેતવણી

હવામાન વિભાગે જે ચેતવણી આપી છે તે અનુસાર ઓડિશાના પેરાદ્વિપથી આશરે 610 કિમિ દક્ષિણમાં કેન્દ્રિત છે કે જે આગામાં સમયમાં એટલે કે ત્રણેક દિવસમાં બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળના દરિયા કિનારા તરફ આગળ વધશે.હવામાન વિભાગના અધિકારી ઉમાશંકર દ્વારા આપવામાં આવેલી માહિતિ મુજબ ડિપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.જો કે આ વાવઝોડાને લઈ કોઈ મોટા નુક્શાનની સંભાવના નહિવત જેવી હાલમાં દેખાઈ રહી છે.વાવાઝોડાની અસર તળે હળવા વરસાદની આગાહી છે. અને વાવાઝોડા પર હવામાન વિભાગની પણ સતત નજર છે.અને તેની ગતિ પર પણ માહિતિ મેળવાઈ રહી છે.

Advertisement

25 ઓક્ટોબર સુધીનું એલર્ટ આપ્યું

વાવાઝોડાની સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે 25 ઓક્ટોબર સુધીનું એલર્ટ આપ્યું છે. તો સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે સુચના જારી કરી છે.ખેડુતો માટે પોતાનો પાક જલ્દીથી લણી લેવા માટે પણ કહેવામાં આવ્યું છે કે જેથી નુક્શાનીથી બચી શકાય. ચક્રવાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે ખેડુતો માટે નુક્શાનરૂપ સાબિત થઈ શકે છે.

Advertisement

માછીમારોને ઝડપથી પરત ફરવા માટે સુચના

જે માછીમારો દરિયામાં ગયા છે તેમને પણ ઝડપથી પાછા લાવવા માટે તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે અને બીજા માછીમારોને ઝડપથી પરત ફરવા માટે સુચના આપી દેવામાં આવી છે.ભારે પવન અને વરસાદ વચ્ચે તેમને પરત ફરવામાં મુશ્કેલી નડી શકે એમ છે.સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયા છે.તંત્ર એલર્ટ મોડ પર છે તેથી તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.SRC સત્યબ્રત સાહુએ જિલ્લા અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી છે.

માછીમારો માટે ચેતવણી આપવામાં આવી

IMD વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે નીચાણ વાળા જિલ્લા વિસ્તારો કેઓંઝાર, મયુરભંજ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગીરીમાં વરસાદની સંભાવના છે.ફિશરીઝ અને એનિમલ હસબન્ડરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પણ માછીમારીનો વ્યવસાય કરતા અને માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો - UP News : જો આજે શ્રી રામ અને કૃષ્ણ જીવતા હોત તો મેં તેમને જેલમાં મોકલી દીધા હોત…’, AU ના પ્રોફેસરે આપ્યું વિવાદિત નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.