Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : અંતરિક્ષથી પૃથ્વીના અદ્ભુત 'Light Show' ની જુઓ એક ઝલક

Viral Video : તમે પૃથ્વીના બંને છેડે ડાન્સિંગ લાઇટ વિશે સાંભળ્યું જ હશે. આપણે તેને અરોરા (Aurora) તરીકે ઓળખીએ છીએ. આર્કટિકમાં તે અરોરા બોરેલિસ (Aurora Borealis) તરીકે ઓળખાય છે અને એન્ટાર્કટિકામાં તે અરોરા ઓસ્ટ્રેલિસ (Aurora Australis) તરીકે ઓળખાય છે. આ...
viral video   અંતરિક્ષથી પૃથ્વીના અદ્ભુત  light show  ની જુઓ એક ઝલક
Advertisement

Viral Video : તમે પૃથ્વીના બંને છેડે ડાન્સિંગ લાઇટ વિશે સાંભળ્યું જ હશે. આપણે તેને અરોરા (Aurora) તરીકે ઓળખીએ છીએ. આર્કટિકમાં તે અરોરા બોરેલિસ (Aurora Borealis) તરીકે ઓળખાય છે અને એન્ટાર્કટિકામાં તે અરોરા ઓસ્ટ્રેલિસ (Aurora Australis) તરીકે ઓળખાય છે. આ અદ્ભુત કુદરતી ઘટનાને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમના ચિત્રો ઘણીવાર પૃથ્વી પરથી દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે અવકાશમાંથી આ નજારો કેવો દેખાય છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને ગ્રીન અરોરાનો એક સુંદર વીડિયો શેર કર્યો છે.

પૃથ્વી પરથી 250 માઈલ ઉપર વીડિયો બનાવ્યો

ગ્રીન અરોરાનો વીડિયો પોસ્ટ કરીને ISSએ તેને 'પ્રકૃત્તિની આતીશબાજી' ગણાવી છે. ISS અનુસાર, આ વીડિયો ત્યારે શૂટ કરવામાં આવ્યો છે જ્યારે સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 250 માઈલ ઉપર ઉડી રહ્યું હતું. ISSએ લખ્યું છે કે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના ચુંબકીય તત્વોને અથડાવે છે ત્યારે આ અદભૂત લાઇટ શો થાય છે. આનું પરિણામ ઓરોરા છે, જે મોજાની જેમ ફરતી દેખાય છે. ISS અનુસાર, તે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની નજીક જમીન પરથી જોઈ શકાય છે. અરોરા લાઇટ્સ એન્ટાર્કટિકા અને આર્કટિકમાંથી સ્પષ્ટપણે દેખાય છે.

Advertisement

Advertisement

જણાવી દઈએ કે ISS દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અવકાશમાંથી કુદરતનો આ ચમત્કાર જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે.

ISS શું છે?

ઉલ્લેખનીય છે કે ISSનું નિર્માણ ઘણા દેશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ સ્ટેશન અવકાશમાં સતત ફરતું રહે છે. તેમાં અવકાશયાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, વૈજ્ઞાનિકો અહીં અવકાશ સંબંધિત ઘણા પ્રયોગો કરે છે. ISSને 20 નવેમ્બર 1998ના રોજ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. આ સ્ટેશન છેલ્લા 25 વર્ષથી અવકાશમાં ફરે છે.

આ પણ વાંચો - NASA Warning : 8 જુલાઈએ થઇ જશે પૃથ્વીનો અંત!

આ પણ વાંચો - Kathmandu Tunnel Collapsed: કાઠમાંડૂમાં ઘોડાપૂરથી સુરંગનું ઘોવાણ થતા મજૂરો પર આવી આફત!

Tags :
Advertisement

Trending News

.

×