Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલધડક રેસ્ક્યૂ : મોડી રાત્રે NDRF ની ટીમ દ્વારા આલવાડાના વહેણમાં ફસાયેલા 7 લોકોને બચાવી લેવાયા

બિપોરજોય વાવાઝોડાની વ્યાપક અસર શનિવારે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થઈ હતી. ત્યાં 120 કિલોમીટર સુધીની ઝડપે પવનની સાથે ધોધમાર વરસાદ થયો હતો. આ વિસ્તારોમાં ગુરુવારે રાતથી જ શનિવાર સાંજ સુધીમાં વડગામમાં સૌથી વધુ 13 ઈંચ અને ધાનેરામાં 12...
દિલધડક રેસ્ક્યૂ   મોડી રાત્રે ndrf ની ટીમ દ્વારા આલવાડાના વહેણમાં ફસાયેલા 7 લોકોને બચાવી લેવાયા

બિપોરજોય વાવાઝોડાની વ્યાપક અસર શનિવારે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થઈ હતી. ત્યાં 120 કિલોમીટર સુધીની ઝડપે પવનની સાથે ધોધમાર વરસાદ થયો હતો. આ વિસ્તારોમાં ગુરુવારે રાતથી જ શનિવાર સાંજ સુધીમાં વડગામમાં સૌથી વધુ 13 ઈંચ અને ધાનેરામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ધાનેરામાં NDRF ની ટીમે આલવાડાના વહેણમાં બે કારમાં લોકો ફસાયા હતા જે 7 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. આલવાડાંના વહેણમાં ઇકો ગાડીમાં 4 લોકો અને બોલેરો ગાડીમાં 4 લોકો ફસાયા હતા. 7 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા હતા જ્યારે ઇક્કો ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી. 3 લોકોનું આલવાડા ગામના લોકોએ રેસ્ક્યૂ કર્યું, 4 લોકોને NDRF ની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું.

Advertisement

ભારે વરસદના લીધે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક વહેણ થયા હતા. જેના કારણે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી સર્જાઇ હતી. રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બનાસકાંઠાની રેલ નદી છલોછલ થઇ ગઇ છે. રાજસ્થાનના જેતપુરા ડેમના દરવાજા ખોલાતા રેલ નદી બે કાંઠે વહી રહી છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં દાંતામાં 6 ઈંચ, દાંતિવાડામાં 5.5 ઈંચ, પાલનપુરમાં સવા 5 ઈંચ, સાંતલપુરમાં સવા 5 ઈંચ, પોશિનામાં 5 ઈંચ, ધાનેરામાં 5 ઈંચ, રાધનપુરમાં 5 ઈંચ, ડીસામાં પોણા 5 ઈંચ, દિયોદરમાં સવા 4 ઈંચ, થરાદમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં પોણા 4 ઈંચ, વાવામાં 3.5 ઈંચ વરસાદ, વડગામમાં 3.5 ઈંચ, સરસ્વતીમાં સવા 3 ઈંચ, પાટણમાં 2.5 ઈંચ, લાખણીમાં 2.5 ઈંચ, કાંકરેજમાં 2.5 ઈંચ, સમીમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલે કરી ભર’પૂર’ આગાહી

Tags :
Advertisement

.