'બિપોરજોય' વાવાઝોડાથી એકપણ માનવ મૃત્યુ નહીં, 1 લાખ લોકોનું કરાયું હતું સ્થળાંતર : આલોક પાંડે
બિપોરજોય વાવાઝોડામાં અનેક જગ્યાઓ પર નુકસાન થયું છે. ફરી એકવાર સૌથી વધારે નુકસાની વીજ વિભાગને થઈ હોવાની પ્રાથમિક બાબતો સામે આવી રહી છે. જે મુજબ ભારે પવનના કારણે રાજ્યમાં 5,120 વિજપોલ ધરાસાઈ થયા છે. બિપોરજોય વાવાઝોડાની આટલી ભયાનકતા હોવા છતાં પણ રાજ્યમાં એકપણ માનવ મૃત્યુ ના થયું હોવાની સ્પષ્ટતા રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કરી છે.
તેમને સ્પષ્ટ કર્યું છે કે, પ્રભાવિત 8 જિલ્લાઓમાં વાવાઝોડાથી અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. જે તમામના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું છે. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમને હવે લોકલ તંત્ર પુનઃ એમના નિવાસ સ્થાને જવાની મંજૂરી સ્થિતિને સમજ્યા બાદ સાંજે લેવાશે.
રાજ્યના મુખ્યમંત્રીએ આજે ફરી એકવાર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી. પ્રાથમિક વિગતોમાં રાજ્યમાં વાવાઝોડા થી એક પણ માનવ મૃત્યુ ના થયું હોવાનું સ્પષ્ટ કરાયું છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ પર શુક્રવારે સાંજે કે શનિવાર સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફરી પૂર્ણ થશે. વાવાઝોડાને લઈને એસટી વિભાગ પર મોટી અસર થઈ છે. આજે શુક્રવારે પણ ઈફેક્ટ એરિયામાં એસટી વિભાગનું સંચાલન બંધ રહેશે.
પોરબંદર પોર્ટ પરથી 9 નંબર દૂર કરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. બિપોરજોય વાવાઝોડાને પગલે પોર્ટ પર 9 નંબરનું સિગ્નલ લગાવ્યુ હતુ. આજે સવારે 9 નંબરનું સિગ્નલ દૂર કરીને 3 નંબરનું સિગ્નલ લગાવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હજુ આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.
આ પણ વાંચો : કચ્છના ગાંધીધામમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, Video