Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biparjoy : NDRF ની ટીમની સરાહનીય કામગીરી, જીવના જોખમે બચાવ્યા હતા અનેક લોકોના જીવ, જુઓ Photos

બિપોરજોયે દ્વારકા અને કચ્છ જિલ્લામાં તબાહી મચાવી છે જ્યાં જુઓ ત્યાં તહેસ નહેસ કરી નાખ્યું છે તેવામાં આ તોફાની વાવાઝોડા વચ્ચે NDRF ના જવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ...
cyclone biparjoy   ndrf ની ટીમની સરાહનીય કામગીરી  જીવના જોખમે બચાવ્યા હતા અનેક લોકોના જીવ  જુઓ photos

બિપોરજોયે દ્વારકા અને કચ્છ જિલ્લામાં તબાહી મચાવી છે જ્યાં જુઓ ત્યાં તહેસ નહેસ કરી નાખ્યું છે તેવામાં આ તોફાની વાવાઝોડા વચ્ચે NDRF ના જવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. દ્વારકાના રૂપેણમાં બંદરના નિચાણ વાળા ભાગમાં 70 જેટલા લોકો ફસાઈ ગયાં હતાં, જેમનું કેડસમા પાણી વચ્ચેથી NDRF ના જવાનોએ રેસ્ક્યૂ કર્યું હતું.

Advertisement

ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા NDRF નો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ લેવલ પર NDRF ની ટીમ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેથી NDRF ની ટીમ દ્વારા 6 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ વચ્ચે દ્વારકામાં પાણી ભરાઇ ગયું હતું. તો આ વચ્ચે ત્યાંના હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા. જેમા દ્વારકાના રૂપેણ બંદર પર લોકોની દોડધામ મચી જવા પામી હતી.

કચ્છમાં વાવાઝોડાના કારણે કેટલાક લોકો ફસાઈ ગયાં હતાં જેણે NDRF ના જવાનો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. રસ્તા પર ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. જે દરમિયાન લોકો ફસાયાની માહિતી મળતા જ NDRF ના જવાનો છાતી સમા પાણીમાં ચાલીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા અને બાળકો સહિતના લોકોનો જીવ બચાવ્યો હતો. આમ સાચા અર્થમાં આજે NDRF ના જવાનો કચ્છ અને દ્વારકા વાસીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, વાંચીને તમે પણ ચોંકી જશો

Advertisement
Tags :
Advertisement

.