ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના ગાંધીધામમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, Video

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે...
12:09 PM Jun 16, 2023 IST | Dhruv Parmar

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.

ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના ગાંધીધામમાં પહોંચ્યા હતા. તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી પણ સહાય મળે તે જરૂરી છે. ઘણો સમય લાગશે કે જેમને પણ નુકસાન થયું છે તે કલ્પી શકાય તેમ નથી. તેના પુનઃસ્થાપન માટે ખૂબ મોટી મદદની જરૂર પડવાની છે. હું સેવાભાવી સંસ્થાઓનો અને અમારા કોંગ્રેસના મિત્રોનું આભાર માનું છું કે, જેમણે જે લોકોને સલામત સ્થળે લઇ જવામાં મદદ કરી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : તો શું હજુ પણ વાવાઝોડું તબાહી મચાવશે…!, હવામાન વિભાગે આપી વોર્નિંગ

Tags :
Bhupendra PatelBiparjoyBiparjoy CycloneCMCongressCycloneCycloneAlertDwarkaGandhidhamGomti GhatGujaratIndiaJakhauKandla PortKutchNarendra ModiNationalPMPorbandarRajasthanRAJKOTShaktisinh Gohilviral videoworld
Next Article