Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન, ગુજરાતના સૌ લોકોના સાથથી નુકસાન ટળ્યું

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર  પાટીલનું નિવેદન  ગુજરાતના સૌ લોકોના સાથથી નુકસાન ટળ્યું

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement

ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આપે મોટી દુર્ઘટનાને ટાળી છે. હજુ શુધી જાનહાનીનો કોઈ બનાવ બન્યો નથી. સરકાર અને સંગઠન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે સિવાય વહીવટી તંત્ર દ્વારા પણ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે.

Advertisement

પાટીલે વધુમાં જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડાને લઈને સતત કેન્દ્રમાંથી માહિતી મળતી રહેતી હતી તેઓ પણ ગુજરાતમાં થતી આપ્દાની જાણકારી લઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત માર્ગદર્શન પણ પૂરુંપાડ્યું હતું. આપડે આવી પરિસ્થિતિમાં સાથે મળીને કામ કર્યું છે અને હું તમામ સેવાના સંસ્થા અથવા ભાજપના કાર્યકરો કે જે આપદામાં મદદની વ્હારે આવ્યા હતા તેમનો આભાર માનું છું. તાળ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો હતો.

Advertisement

આ સિવાય તેમણે કહ્યું કે, મીડિયાઓ દ્વારા પણ સચોટ માહિતી પણ મળતી રહેતી હતી. વાવાઝોડામાં સરકારની કામગીરી પ્રસંસનીય રહી હતી. અબોલ જીવોને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. પાટીલે વધુમાં જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકોના સાથ સહકારથી વિરાટ વાવાઝોડાની ભયમાંથી આપને બહાર નીકળી શક્ય છીએ.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ‘બિપોરજોય’ વાવાઝોડાથી એકપણ માનવ મૃત્યુ નહીં, 1 લાખ લોકોનું કરાયું હતું સ્થળાંતર : આલોક પાંડે

Tags :
Advertisement

.