CR Patil : સુરતમાં ઐતિહાસિક જીત બાદ CR પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પોતાની ભૂલો છુપાવવા માટે..!
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થાય તે પહેલા જ ભાજપ એ જીતની શરૂઆત કરી દીધી છે. સુરત લોકસભા બેઠક પરથી બીજેપીના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાતા સાંસદ બન્યા છે. આ જીતને બીજેપીની ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા બીજેપી પર આરોપ લગાવાતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) વળતો પ્રહાર કર્યો છે.
સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (bjp) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. મુકેશ દલાલને (Mukesh Dalal) જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જીતનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને સાથે જ મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી છે.
2024ની ચૂંટણી પૂર્વે સુરતથી સાંસદ બન્યા મુકેશ દલાલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન
"લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો"
"કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું" @PMOIndia @HMOIndia @BJP4Gujarat @BJP4India @CRPaatil @CMOGuj @sanghaviharsh @JPNadda… pic.twitter.com/PMNu7ZHPYm— Gujarat First (@GujaratFirst) April 22, 2024
ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યા : CR પાટીલ
સી.આર.પાટીલે કહ્યું કે, આજ રોજ લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ થયા હતા. ત્યાર બાદ બીજેપીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા. કેટલીક પાર્ટીના અને અપક્ષ એમ એ તમામ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવાના કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) દ્વારા ડ્રામા કરવામાં આવ્યો. તેમના ઉમેદવારે વહીવટી તંત્ર પર પ્રેસર લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, સત્ય આજે સામે આવ્યું છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે.
'પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ધન્યતા અનુભવું છું'
તેમણે આગળ કહ્યું કે, પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ધન્યતા અનુભવું છું. અમારો 400 પારનો લક્ષ્યાંક છે. તેની પહેલી સીટ મોદી સાહેબને અર્પણ કરીએ છે. બાકીની 25 સીટો પર પણ વિજય પ્રાપ્ત કરીને મોદી સાહેબને (PM Narendra Modi) અર્પણ કરવાની છે. ગુજરાતના સૌ મતદાઓને મોદી સાહેબમાં વિશ્વાસ છે. 2024 ની લોકસસભા ચૂંટણીમાં 400 નો લક્ષ્યાંક પાર કરીશું તેવો મને વિશ્વાસ છે. મોદી સાહેબના 400 પાર લક્ષ્યાંકની અમે સુરતથી શુભ શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં પણ શિહફાળો રહેશે તેવી હું આશા રાખું છું.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપને પહેલી જીત
2024ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બન્યા પ્રથમ સાંસદ
મુકેશ દલાલે PM મોદી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો માન્યો આભાર@PMOIndia @HMOIndia @BJP4Gujarat @BJP4India @CRPaatil @CMOGuj @sanghaviharsh @JPNadda @InfoGujarat… pic.twitter.com/DVvTDPR1px— Gujarat First (@GujaratFirst) April 22, 2024
'લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે'
તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે ઘણો હંગામો કર્યો, જે લોકોએ સમર્થન આપ્યું તેમનું અપહરણ થયું છે, તેવો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. પરંતુ, તેમના જ નેતાઓ દ્વારા બાદમાં ફેરવી ટોળવામાં આવ્યું. કોંગ્રેસના જ સમર્થકો કહે છે કે અમારી સહી નથી. તથ્યના આધારે આરોપ લગાવવા જોઈએ. પરંતુ, કોંગ્રેસ પોતાની ભૂલો છૂપાવવા લોકશાહીની હત્યા જાતે કરી રહી છે. લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસ (Congress) કરી રહી છે. આથી, કોંગ્રેસ હવે દેશના લોકોનો વિશ્વાસ અને ભરોસો ગૂમાવી ચૂકી છે.
આ પણ વાંચો - Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ
આ પણ વાંચો - GUJARAT LOKSABHA : આ બેઠક પર સૌથી વધુ અને આ બેઠક પર ઓછા ઉમેદવારો…
આ પણ વાંચો - LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ