Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, વાંચીને તમે પણ ચોંકી જશો

બિપોરજોય વાવાઝોડું જતું રહ્યું હોવા છતાં કચ્છમાં વરસાદનો દોર યથાવત છે. ત્યારે માંડવીમાં 8.5 ઈંચ, અંજારમાં આખા દિવસનો 8 ઈંચ વરસાદ, ભચાઉમાં આખા દિવસનો કુલ 8 ઈંચ વરસાદ તેમજ ભુજમાં મેઘ સવારી ચાલુ રહેતા રાત સુધીમાં કુલ 7 ઈંચ વરસાદ...
અંબાલાલ પટેલે કરી ભારે આગાહી  વાંચીને તમે પણ ચોંકી જશો

બિપોરજોય વાવાઝોડું જતું રહ્યું હોવા છતાં કચ્છમાં વરસાદનો દોર યથાવત છે. ત્યારે માંડવીમાં 8.5 ઈંચ, અંજારમાં આખા દિવસનો 8 ઈંચ વરસાદ, ભચાઉમાં આખા દિવસનો કુલ 8 ઈંચ વરસાદ તેમજ ભુજમાં મેઘ સવારી ચાલુ રહેતા રાત સુધીમાં કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને 48 કલાક માટે ઘાતક ગણાવી છે.

Advertisement

અંબાલાલ પટેલ દ્વારા એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાવાઝોડાના કારણે થયેલો વરસાદ અને ચોમાસું બન્ને એક સમયે ભેગા થઈ શકે છે. હવામાન વિભાગે પણ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Advertisement

ગુજરાતને હચમચાવ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન પહોંચ્યું છે. રાજસ્થાનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું બેશી ગયું હોય એવું લાગે છે. લગભગ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદ થયા બાદ આજે રાજ્યના ઉત્તર ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે હવે આગામી સમયમાં ચોમાસા માટે સાનુકૂળ હવામાન બનવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

Advertisement

વાવાઝોડા બાદ વરસેલા ભારે પવન સાથે વરસાદથી કચ્છ જિલ્લામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયાછે. જ્યારે 71 પશુઓના મૃત્યુ થયા છે. 33 હજાર હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે. વાવાઝોડા બાદ ભારે પવન અને વરસાદથી કચ્છ, સૌરાષ્ટ્રના રસ્તાઓ ધોવાયા. કચ્છના 15, દ્વારકાના ત્રણ સહિત 21 રસ્તાઓ ધોવાઈ જતા બંધ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્તોની મુલાકાત લેશે. રાહત અને બચાવના કામો માટે ભૂજમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે તેમજ આજે હવાઇ નીરિક્ષણ કરશે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વાવાઝોડાની સ્થિતિનું હવાઈ નિરિક્ષણ કરશે

Tags :
Advertisement

.