Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'બિપોરજોય' વાવાઝોડું કયા સમયે ગુજરાતમાં પહોંચશે, પાકિસ્તાનને પણ ચક્રવાતનો ઘસરકો

સાયક્લોન 'બિપોરજોય' આજે ગુજરાતમાં દસ્તક આપી શકે છે. વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજ્ય પ્રશાસને સાવચેતીના પગલા તરીકે દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે અને બચાવ અને...
 બિપોરજોય  વાવાઝોડું કયા સમયે ગુજરાતમાં પહોંચશે  પાકિસ્તાનને પણ ચક્રવાતનો ઘસરકો

સાયક્લોન 'બિપોરજોય' આજે ગુજરાતમાં દસ્તક આપી શકે છે. વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજ્ય પ્રશાસને સાવચેતીના પગલા તરીકે દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે અને બચાવ અને રાહત પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ્સ તૈનાત કરી દેવામાં આવી છે.

Advertisement

બિપોરજોય વાવાઝોડું ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ શક્યતા વ્યક્ત કરી છે કે તે સાંજના 4 થી 8 વાગ્યાની વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠેથી જખાઉ બંદર નજીકથી માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડું ભારે વિનાશ સર્જશે તેવી સંભાવના પણ જાણવા મળી છે.

વાવાઝોડા બિપોરજોયની અસર પાકિસ્તાનમાં પણ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. દરિયામાં પણ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. સિંધ પ્રાંતમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને લોકોના સ્થળાંતર માટે સેના બોલાવાઈ છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને દરિયાકિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.

Advertisement

મુખ્યમંત્રીએ ગામના સરપંચો સાથે વાતચીત કરી હતી

'બિપોરજોય' વાવાઝોડું આવતીકાલે ગુજરાતમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયા કિનારાના 0 થી 5 અને 5 થી 10 કિમીની અંદર આવતા 164 ગામના સરપંચ સાથે મુખ્યમંત્રીએ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી.દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના ગામકાંઠા વિસ્તારમાં સતત સંપર્ક કજળવાય તે માટે સૂચના આપી હતી.

Advertisement

વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ 150 kmph સુધી રહેશે

આજે સવારે 5.30 વાગ્યે વાવાઝોડાની સ્થિતિ 21.9 N અક્ષાંશ અને 66.3 રેખાંશ હતી. જે સવારે 11.30 વાગ્યા સુધી વાવાઝોડાની સ્થિતિ આ જ રહી હતી. બે દિવસ પહેલા વાવાઝોડું 12 kmph ઝડપે આગળ વધી રહ્યું હતું. જેની સ્પીડ ઘટીને આજે સવારે 3 kmph સુધી થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા 6 કલાકથી વાવાઝોડાની સ્પીડ 0 kmph થઈ ગઈ છે.

આફતમાં અબોલ જીવ મુશ્કેલીમાં મૂકાયા

'બિપોરજોય' વાવાઝોડાની આગાહીના પગલે જખૌ બંદર અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. પરંતુ, અહીં લોકોની વચ્ચે જ વસવાટ કરતા 200 જેટલા કૂતરા હાલ મુશ્કેલીમાં મૂકાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.. સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવાતા બે દિવસથી કૂતરાઓને ખોરાક મળવો મુશ્કેલ બની ગયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો કૂતરાને બિસ્કીટ ખવડવાતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો : વાવાઝોડું ‘બિપોરજોય’ આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Tags :
Advertisement

.