Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PAKISTAN : કરાંચીના રસ્તા પર ઉતર્યા 3 લાખ પ્રોફેશનલ ભિખારી, મોલ અને સિગ્નલ પર જમાવ્યો અડ્ડો

Pakistan  : પાકિસ્તાનમાં (Pakistan) પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કરાચી (Karachi) શહેરના સત્તાધિશોને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. રમજાન મહિનો અને ઇદના...
pakistan   કરાંચીના રસ્તા પર ઉતર્યા 3 લાખ પ્રોફેશનલ ભિખારી  મોલ અને સિગ્નલ પર જમાવ્યો અડ્ડો
Advertisement

Pakistan  : પાકિસ્તાનમાં (Pakistan) પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કરાચી (Karachi) શહેરના સત્તાધિશોને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. રમજાન મહિનો અને ઇદના તહેવાર નિમિત્તે દેશની નાણાકીય રાજધાની કરાચીમાં હજારો ભીખારીઓએ (Beggars) ધામો નાખ્યો છે. જેના કારણે શહેરના બજારોથી માડી મુખ્ય રસ્તાઓ ટ્રાફિક સિગ્નલ શોપિંગ મોલ તેમજ ધાર્મિક સ્થળોની બહાર મોટી સંખ્યામાં ભીખારીઓ નજરે પડી રહ્યા છે.

Advertisement

કરાચીના  રસ્તા પર ભિખારીઓની ભીડ જામી

પાકિસ્તાનના એક અખબારે કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરાન મિન્હાસના હવાલા થી કહ્યું છે કે લગભગ ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઇદના તહેવાર નિમિત્તે લોકો પાસેથી પૈસા મેળવવા માટે કરાચી શહેરમાં ઉતરી પડ્યા છે.તેમનું કહેવું છે કે ભીખારીઓ અને ગુનેગારો કરાચી શહેરને એક મોટા માર્કેટ તરીકે જુએ છે.કરાચીમાં સિંધ બલુચિસ્તાન તેમજ દેશના બીજા હિસ્સામાંથી ભીખારીઓ આવતા હોય છે. ખાસ કરીને રમઝાનમાં તેમની સંખ્યા વધી જાય છે. તેમણે મંગળવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે અમે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ગુનાઓ શોધી શકતા નથી. તેમણે અધિકારીઓને ગુનેગારોને શોધવા અને ટ્રેક કરવા માટે પ્રાંતીય રાજધાનીમાં વધુ કેમેરા સ્થાપિત કરવા વિનંતી કરી.

Advertisement

સાઉદીની મસ્જિદમાંથી પાકિસ્તાની ખિસ્સાકાતરુ ઝડપાયા

થોડા મહિનાઓ પહેલા, હાજીના પોશાક પહેરેલા ડઝનેક કથિત પાકિસ્તાની ભિખારીઓને સાઉદી અરેબિયા જવાના વિમાનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ભીખ માંગવા માટે ગલ્ફ કિંગડમમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાની ભિખારીઓ ઝિયારતની આડમાં મધ્ય પૂર્વમાં જાય છે. વિદેશી પાકિસ્તાની સચિવ જીશાન ખાનઝાદાએ ગયા વર્ષે કહ્યું હતું કે મોટાભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે અને પછી ભીખ માંગવાનું શરૂ કરે છે. મક્કાની ગ્રાન્ડ મસ્જિદની અંદરથી પકડાયેલા મોટા ભાગના પોકેટ પાકિસ્તાની નાગરિકો છે. એકલા રમઝાન મહિના દરમિયાન કરાચીમાં ગુનાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે જાન્યુઆરી 2024 થી 55 થી વધુ લોકો લૂંટના વિરોધમાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો  -  Taliban પણ માનવતા દાખવશે, અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે

આ પણ વાંચો  -  પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયા બે bomb blasts, ત્રણના મોત અને 20 લોકો ઘાયલ

Tags :
Advertisement

Trending News

.

×