Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : આજે Congress અને BJP ના આ ઉમેદવારોએ ભર્યાં ફોર્મ, વાંચો વિગત

રાજ્યમાં લોકસભા (Lok Sabha elections) અને વિધાનસભાની પેટાચૂંટણીનો (assembly by-elections) માહોલ જામ્યો છે. ત્યારે ગઈકાલ સુધીનાં ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે 8 ઉમેદવારોએ...
lok sabha elections   આજે congress અને bjp ના આ ઉમેદવારોએ ભર્યાં ફોર્મ  વાંચો વિગત

રાજ્યમાં લોકસભા (Lok Sabha elections) અને વિધાનસભાની પેટાચૂંટણીનો (assembly by-elections) માહોલ જામ્યો છે. ત્યારે ગઈકાલ સુધીનાં ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે કોંગ્રેસના (Congress) વિવિધ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અમદાવાદ પૂર્વ, વડોદરા (Vadodara), દાહોદ, પાટણ, મહેસાણા, અમરેલી (Amreli), જુનાગઢ, ખેડા સહિતની બેઠક પર કોંગ્રસના ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

Advertisement

અમદાવાદ પૂર્વ, વડોદરા બેઠક પર નામાકંન

જણાવી દઈએ કે, આવતીકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે, આજે કોંગ્રેસના વિવિધ ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વથી (Ahmedabad East) કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. લાલદરવાજા જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમણે નામાંકન કર્યું હતું. જ્યારે વડોદરા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢીયારે ઉમેદવારી નોંધાવી હતી. ઇસ્કોન મંદિરથી કાર્યકર્તાઓ સાથે પગપાળા રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે જસપાલસિંહે નામાંકન ભર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ફોર્મ

Advertisement

આણંદથી અમિત ચાવડા, જૂનાગઢથી હીરાભાઈ જોટવાએ ભર્યું ફોર્મ

આણંદ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ (Amit Chavda) ઉમેદવારી નોંધાવી છે. અમિત ચાવડાએ લોટિયા ભાગોળથી રેલી યોજી જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. દરમિયાન, ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) સહિત કોંગ્રેસના દિગગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના હીરાભાઈ જોટવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા તેમણે ભવનાથ, દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરાનાં દર્શન કર્યા હતાં. હીરાભાઈ જોટવાએ વિશાળ સભા બાદ રેલી પણ યોજી હતી.

કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ફોર્મ

Advertisement

દાહોદ, ખેડા અને પાટણ બેઠક માટે ફોર્મ ભરાયાં

ઉપરાંત, દાહોદ (Dahod) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ સભા સંબોધન કરીને રેલી યોજી હતી અને ત્યાર બાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યારે, ખેડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી તેમણે ભવ્ય રેલી યોજી હતી. પાટણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યાર બાદ જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં પાટણ (Patan) ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) પણ હાજર રહ્યા હતા.

પરેશ ધાનાણી આવતીકાલે ફોર્મ ભરશે

રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી (Paresh Dhanani) આવતીકાલે ફોર્મ ભરશે. તેઓ બપોરે 12:30 વાગ્યે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ફોર્મ ભરશે. બહુમાળી ચોક ખાતે સ્વાભિમાન સભાનું આયોજન કરાયું છે. આ સભા બાદ તેઓ રાજકોટ કલેક્ટર સમક્ષ ફોર્મ ભરશે. ભાજપની માફક કોંગ્રેસ પણ બહુમાળી ચોક ખાતે સભા યોજશે. મહેસાણાની વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું. રેલી અને સભા બાદ પગપાળા મામલતદાર કચેરી પહોંચી દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું. જણાવી દઈએ કે, તેમની સામે ભાજપના (BJP) ઉમેદવાર સી.જે. ચાવડા (CJ Chavda) છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફર્યું ફોર્મ

ભાજપના આ ઉમેદવારે ભર્યું ફોર્મ

ભાજપની વાત કરી તો આજે જૂનાગઢમાં (Junagadh) વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ ફોર્મ ભર્યું હતું. જાહેરસભા, રેલી યોજી પ્રાંત કચેરીએ અરવિંદ લાડાણીએ ઉમેદવારી નોંધાવી હતી. રેલીમાં લોકસભાના (Lok Sabha elections) ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા અને રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો પણ જોડાયા હતો. ઉપરાંત, અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ પણ આજે ઉમેદવારી નોંધાવી હતી. વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજી તેમણે નામાકંન ફોર્મ ભર્યું હતું. દરમિયાન, પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને નારણ કાછડીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના (BJP) કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે હિરેન હીરપરાએ ફોર્મ ભર્યું હતું.

આ પણ વાંચો - Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

આ પણ વાંચો - Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

આ પણ વાંચો - Madhu Srivastava: વિધાનસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું પરંતુ લોકસભા માટે BJP ને સપોર્ટ કરશે

Tags :
Advertisement

.