Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : સોસાયટીમાં પણ બાળકો સુરક્ષિત નથી! સાઇકલ ચલાવતી 4 વર્ષીય માસૂમને કારચાલકે કચડી દેતાં મોત

મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં હ્રદયકંપાવી દેતી ઘટના બની સોસાયટીમાં સાઇકલ ચલાવતી 4 વર્ષીય બાળકીને કારચાલકે કચડી કાર નીચે આવી જતાં માસૂમનું મોત, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં સાઇકલ...
mehsana   સોસાયટીમાં પણ બાળકો સુરક્ષિત નથી  સાઇકલ ચલાવતી 4 વર્ષીય માસૂમને કારચાલકે કચડી દેતાં મોત
  1. મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં હ્રદયકંપાવી દેતી ઘટના બની
  2. સોસાયટીમાં સાઇકલ ચલાવતી 4 વર્ષીય બાળકીને કારચાલકે કચડી
  3. કાર નીચે આવી જતાં માસૂમનું મોત, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં સાઇકલ ચલાવતી બાળકીનું કાર નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. રૂંવાટા ઊભા કરે એવી આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકીનાં અચાનક મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વકીલ અને PI વચ્ચે મારામારીનાં ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ

મહેસાણામાં બેદરકાર કારચાલકે બાળકીનો જીવ લીધો

સોસાયટીમાં એકલા રમતા બાળકોનાં વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો મહેસાણામાં (Mehsana) આવેલી સ્પર્શ વીલા સોસાયટીનો (Sparsh Veela Society) છે. સોસાયટીમાં લાગેલા CCTV ફૂટેજમાં એક બાળકી સોસાયટીની અંદર એકલી સાઇકલ ચલાવતા નજરે પડે છે. દરમિયાન, સામેથી એક કાર આવે છે, જેને જોઈને બાળકી ગભરાઈ જાય છે અને બેલેન્સ ગુમાવીને નીચે પટકાય છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Police Job : LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી

Advertisement

બાળકી કાર નીચે ચગદાઈ જતાં મોત થયું

બીજી તરફ બેદરકાર કારચાલકે બાળકી પર ધ્યાન ના આપી અને સમયસર બ્રેક ના મારતા કાર બાળકી પર ચઢી ગઈ હતી. કાર નીચે આવી જતાં માસૂમ બાળકી ચગદાઈ જતી અને તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. મૃતક બાળકીની ઓળખ 4 વર્ષની દિશા પટેલ (Disha Patel) તરીકે થઈ છે. બાળકીનાં અચાનક મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. જ્યારે, સમગ્ર સોસાયટીમાં પણ ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Gujarat BJP : અમિત શાહે કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો, ગુજરાત BJP દ્વારા 'સદસ્યતા અભિયાન'

Tags :
Advertisement

.