Dahod : માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં માત્ર 12 દિવસમાં 1700 પેજની ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી
- દાહોદમાં (Dahod) બાળકી સાથેની ઘટના મામલે સરકાર ગંભીર
- દાહોદ પોલીસે માત્ર 12 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી
- 1700 પેજની ચાર્જશીટ દાહોદ કોર્ટમાં રજૂ કરી
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહીની માહિતી આપી
દાહોદ (Dahod) જિલ્લામાં માસૂમ દીકરી સાથે એક શાળાનાં આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે FSL ની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં દાખલ કરી છે, જેમાં કુલ 1700 પાનાંની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ PP અમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યુ છે.
આ પણ વાંચો - જેલમાં બંધ Ganesh Gondal નો સહકારી જગતમાં પ્રવેશ, મળી આ મોટી જવાબદારી
ચાર્જશીટમાં ટેક્નોલોજીનાં ઉપયોગનો ઉલ્લેખ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે DNA પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું DNA આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિનાં ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ પુરાવાનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
Dahod દુષ્કર્મ મામલે સરકારની મોટી કાર્યવાહી | Gujarat First @sanghaviharsh#harshsanghavi #dahod #crime #Gfcard #Gujaratfirst pic.twitter.com/21tQQDkGeO
— Gujarat First (@GujaratFirst) October 3, 2024
આ પણ વાંચો - Mehsana : વિશ્વસ્તરે દેશનું ગૌરવ વધારશે અશોક ચૌધરી, આ એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ (Dahod Rape Case) કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડિયો લેવડાવી, વીડિયો તેમ જ તમામ સાહેદોનાં નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજિકલ અભિપ્રાય છે.
બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો ટેસ્ટ કરાવ્યો
ઉપરાંત, Forensic chemistry બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis હેઠળ પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમાં સફળ રહ્યા નથી. આ ટેસ્ટમાં પુરવાર થયું છે. Forensic Toxicology, Forensic Voice Spectrography હેઠળ આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમાં રેકોર્ડિંગ થયુ છે, તેનું પરીક્ષણ કર્યુ છે એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્ત્વનાં સાબિત થતા હોય છે.
આ પણ વાંચો - Kutch : દુકાને પાણી ભરવા આવેલી 13 વર્ષીય સગીરાને 55 વર્ષીય આધેડે હવસનો શિકાર બનાવી