Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paresh Dhanani : ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર! પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત!

રાજકોટ (Rajkot) રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનું (Congress) ચિત્ર સ્પષ્ટ થયું હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. અમરેલી (Amreli) ખાતે પરેશ ધાનાણીનાં નિવાસસ્થાને કોગ્રેસના આગેવાનોની બેઠક બાદ પરેશ ધાનાણીએ (Paresh Dhanani) મોટું નિવેદન...
paresh dhanani   ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર  પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત

રાજકોટ (Rajkot) રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનું (Congress) ચિત્ર સ્પષ્ટ થયું હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. અમરેલી (Amreli) ખાતે પરેશ ધાનાણીનાં નિવાસસ્થાને કોગ્રેસના આગેવાનોની બેઠક બાદ પરેશ ધાનાણીએ (Paresh Dhanani) મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કાર્યકર્તાઓને નારાજ નહિ કરું. પાર્ટી આદેશ કરશે તો રાજકોટથી ચૂંટણી લડીશ. રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે તેવું સૂચક નિવેદન સામે આવતા રાજકીય ગરમાવો આસમાને પહોંચ્યો છે.

Advertisement

પરેશ ધાનાણીના નિવાસસ્થાને કોંગ્રેસ આગેવાનોની બેઠક

રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ (BJP) એ પરશોત્તમ રૂપાલાને (Parshottam Rupala) ટિકિટ આપી છે. જો કે, હવે પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે એવા સૂચક સંકેત મળ્યા છે. આજે અમરેલી (Amreli) ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના (Paresh Dhanani) નિવાસસ્થાને રાજકોટ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા અને એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં લલીત કથગરા (Lalit Kathgara), યુથ કોંગ્રેસના આદિત્યસિંહ, અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, જસવંત સિંહ ભટ્ટી અને દિલીપ આસવાણી સહિતના 50 થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવી માગ કરાઈ હતી.

હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું : પરેશ ધાનાણી

કોંગ્રેસ (Congress) આગેવાનોની બેઠક બાદ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનાં એંધાણ આપતા સૂચન નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. આ સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે. પાર્ટી આદેશ કરશે તો રાજકોટથી ચૂંટણી લડીશ. ઉલ્લેખનીય છે કે, જો સૌરાષ્ટની હોટ સીટ રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તો લેઉવા VS કડવા પટેલ વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. બીજી તરફ રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થતા ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે (Raju Dhruv) પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું જ છે. કોંગ્રેસ 'જો અને તો'ની રાજનીતિ કરે છે.

Advertisement

આ પણ વાંચો - CR Patil : નવસારીમાં CR પાટીલે કાર્યકર્તાઓને કહ્યું – રોજ સવારે સંકલ્પ કરો કે મારો જન્મ…

Advertisement

આ પણ વાંચો - Rajkot : ડો. ભરત બોઘરાએ જાહેરજીવન છોડવાની કેમ બતાવી તૈયારી?

આ પણ વાંચો - Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી

Tags :
Advertisement

.