Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Congress : અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ આપી શકે છે રાજીનામું !

Gujarat Congress : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ( Congress) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અંબરીશ ડેરના કોંગ્રેસના છોડવાના સમાચાર વચ્ચે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા...
gujarat congress   અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ આપી શકે છે રાજીનામું

Gujarat Congress : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ( Congress) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અંબરીશ ડેરના કોંગ્રેસના છોડવાના સમાચાર વચ્ચે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia ) ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તેવી માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીની ગુજરાત (Gujarat Congress) યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે.

Advertisement

રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ મોઢવાડિયા કરશે કેસરિયા !
અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.

Advertisement

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો

Advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

પોરબંદરમાંથી મનસુખ માંડવિયા લડશે લોકસભા ચૂંટણી
અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે.પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.

અર્જુન મોઢવાડિયાનો પારિવારિક પરિચય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં (Arjun Modhvadiya Family) એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

આ  પણ  વાંચો - Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે

Tags :
Advertisement

.