Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20WorldCup: ભારત ચેમ્પિયન બની તોડ્યો આ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

T20 World Cup:  T20 વર્લ્ડકપ 2024 (T20 World Cup )ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પણ શાનદાર વાપસી કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ...
t20worldcup  ભારત ચેમ્પિયન બની તોડ્યો આ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

T20 World Cup:  T20 વર્લ્ડકપ 2024 (T20 World Cup )ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પણ શાનદાર વાપસી કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી અને અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ (australia record) પોતાના નામે કર્યો છે.

Advertisement

ભારતે એક રેકોર્ડ બનાવ્યો

પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની ફાઇનલમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે લક્ષ્યનો પીછો કરતા 173 રન બનાવ્યા હતા.

Advertisement

T20 વર્લ્ડકપની ફાઈનલમાં બનેલો સર્વોચ્ચ સ્કોર

  • 176/7 – ભારત વિ દક્ષિણ આફ્રિકા, બ્રિજટાઉન, 2024
  • 173/2 – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ, દુબઈ, 2021
  • 172/4 – ન્યુઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, દુબઈ, 2021
  • 161/6 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા, 2016
  • 157/5 – ભારત વિ પાકિસ્તાન, જોહાનિસબર્ગ, 2007
  • કોહલી અને અક્ષરે તાકાત આપી

ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે પણ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ દરમિયાન 4 સિક્સર ફટકારી હતી.

આ પણ  વાંચો  - Virat Kohli : શું આ વિરાટ કોહલીનો છેલ્લો વર્લ્ડ કપ!,જાણો શું કહ્યું

Advertisement

આ પણ  વાંચો  - T20 World Cup 2024 : દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત 13 વર્ષ પછી ફરી બન્યું ‘વિશ્વ વિજેતા’

આ પણ  વાંચો  - T20 World Cup 2024 : ભારતની જીત સાથે ગુજરાત જશ્નમાં તરબોળ, ઠેર ઠેર ઉજવણીનો અનોખો માહોલ

Tags :
Advertisement

.