Barbados : સંકટ ટળ્યું ! આ દિવસે સ્વદેશ પરત ફરશે TEAM INDIA
TEAM INDIA : વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા, હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ હતો અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આખી ટીમને હોટલમાં જ રોકાવું પડ્યું હતું. તાજેતરના અહેવાલો અનુસાર બાર્બાડોસમાં ત્રાટક્યા બાદ હરિકેન બેરીલ પસાર થઈ ગયું છે અને તેની વધુ અસર જોવા મળી નથી.હવે તોફાનની અસર ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. જો આગામી કેટલાક કલાકોમાં બધું શાંત થઈ જશે તો એરપોર્ટ સહિતની તમામ સુવિધાઓ ફરી શરૂ થઈ જશે. આ પછી રોહિત શર્મા મંગળવાર સાંજ સુધીમાં સમગ્ર ટીમ સાથે ભારત માટે રવાના થઈ શકે છે.
BCCIએ ખાસ વ્યવસ્થા કરી આપી
ભારતીય ટીમ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા ઘણા વિદેશી અને ભારતીય પત્રકારો પણ બાર્બાડોસમાં અટવાઈ ગયા છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે હાલમાં ટીમ ઈન્ડિયા અને BCCI સેક્રેટરી જય શાહ તેમની હોટલમાં રોકાયા છે. તોફાન નબળું પડયા બાદ BCCIએ ભારતીય ટીમને બાર્બાડોસથી જવા માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.વાવાઝોડાની અસર થોડાં કલાકોમાં સંપૂર્ણપણે ખતમ થવાની આશા છે. ત્યારબાદ બાર્બાડોસ એરપોર્ટ મંગળવાર સાંજ સુધીમાં કાર્યરત થઈ શકે છે. આ પછી બાર્બાડોસના સ્થાનિક સમય અનુસાર આખી ટીમ સાંજે 6.30 વાગ્યે ભારત માટે રવાના થશે અને બુધવારે સાંજે 7.45 વાગ્યે દિલ્હીમાં ઉતરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
#WATCH | Barbados: Electricity and water supply affected as hurricane hits the country with strong winds and rain.
Team India and media from India stuck in Barbados as all flights cancelled because of the curfew. pic.twitter.com/NswPxkaWig
— ANI (@ANI) July 2, 2024
જય શાહ સતત પ્રયાસ કરી રહ્યા છે
જય શાહ ખેલાડીઓ અને ભારતીય મીડિયાકર્મીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. તેણે સોમવારે જ ચાર્ટર્ડ પ્લેન દ્વારા રવાના થવાનું આયોજન કર્યું હતું, પરંતુ વાવાઝોડાની તીવ્રતા અને એરપોર્ટ બંધ થવાને કારણે કોઈ જોખમ ઉઠાવ્યું ન હતું.
In Barbados, at least 2 pleasure craft, and about 20 fishing vessels have been lost to Hurricane Beryl. In addition, many more fishing boats have been damaged in the storm surge, which accompanied the powerful hurricane - CBC Barbados.
📹 Biggie Irie pic.twitter.com/bvdbAHN4QU
— Volcaholic 🌋 (@volcaholic1) July 1, 2024
આ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
બાર્બાડોસમાં હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વીજળી અને પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો અને એરપોર્ટ પણ બંધ થઈ ગયા હતા. કોઈ પણ ખેલાડીને હોટલની બહાર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત હોટલમાં મળતી સુવિધાઓમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાએ લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.
29 જૂને વર્લ્ડ ચેમ્પિયન બની હતી
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ 29 જૂન શનિવારના રોજ યોજાઈ હતી. આ દિવસે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. આ જીતમાં વિરાટ કોહલી, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી આખી ટીમે ઉજવણી કરી અને બીજા દિવસે એટલે કે 30મી જૂને જવાની હતી. ત્યારબાદ તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને ખેલાડીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા.
આ પણ વાંચો - WIMBLEDON:ટેનિસ ટૂર્નામેન્ટમાં સુમિત નાગલ પ્રથમ રાઉન્ડમાં થયો બહાર
આ પણ વાંચો - રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાના બાદ હવે આ ખેલાડીઓ ઉપર ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી!
આ પણ વાંચો - INSTAGRAM ના પણ KING છે વિરાટ કોહલી! તેમની પોસ્ટ બની ભારતની MOST LIKED POST